'મુંબઇ સાગા'નું નવું પોસ્ટર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ કરી આવી ડિમાન્ડ
સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મુંબઇ સાગા (Mumbai Saga)'નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ નવા પોસ્ટર દ્વાર જોન અબ્રાહમ (John Abraham)ના લુક પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મનું આ પોસ્ટર એટલા માટે દમદાર ગણવામાં આવી રહ્યું છે કે કારણ કે પોસ્ટરમાં જોન અબ્રાહમ એક અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મુંબઇ સાગા (Mumbai Saga)'નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ નવા પોસ્ટર દ્વાર જોન અબ્રાહમ (John Abraham)ના લુક પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મનું આ પોસ્ટર એટલા માટે દમદાર ગણવામાં આવી રહ્યું છે કે કારણ કે પોસ્ટરમાં જોન અબ્રાહમ એક અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં જોન અબ્રાહમના બેસવાના અંદાજથી માંડીને તેમના જોવાના અંદાજ સુધી બધુ જ સોશિયલ મીદિયા પર લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. તો બીજી તરફ તેમના માથા પર એક તિલક તેમના લુકને વધુ ઇંટેસ બનાવી રહ્યું છે. સામે આવતાં જ આ પોસ્ટર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
One of my favourite moments from MUMBAI SAGA.
And of course Mr. Abraham like never before. 😊😊😊 pic.twitter.com/ooKz6wvt1l
— Sanjay Gupta (@_SanjayGupta) January 13, 2020
તો બીજી તરફ આ પોસ્ટરને જોયા બાદ લોકો ટ્વિટર પર ડિમાન્ડ કરી રહ્યા છે કે એક પોસ્ટર એવું પણ આવવું જોઇએ, જેમાં જોન અને ઇમરાન હાશમી પણ સાથે હોય. આ ફિલ્મ દ્વારા નિર્દેશક સંજય ગુપ્તા ફરી એકવાર 1980-90 ના દાયકાની મુંબઇમાં ફેલાયેલી ગેંગવોરની કહાની પડદા પર લાવી રહ્યા છે. ખાસિયત એ છે કે આ ફિલ્મમાં ના ફક્ત જોન અબ્રાહમ અને ઇમરાન હાશમી જ નહી પરંતુ તેમની સાથે ઘણા જાણિતા કલાકારો સાથે સિલ્વર સ્ક્રીન જોવા મળશે. ફિલ્મમાં આ બંને લીડ સ્ટાર ઉપરાંત જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, પ્રતિક બબ્બર, ગુલશન ગ્રોવર, રોનિય રોય અને અમોલ ગુપ્તે જેવા કલાકાર છે.
આ પહેલાં સંજય ગુપ્તાએ ઋત્વિક રોશન અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ 'કાબિલ'ને નિર્દેશિત કરી હતી. સંજય ગુપ્તાને ગેંગસ્ટરવાળી ફિલ્મોના મહારથી ગણવામાં આવે છે. કારણ કે તે 'કાંટે, 'શૂટઆઉટ એટ વડાલા' અને 'શૂટઆઉટ એટ લોખંડવાલા' જેવી ફિલ્મોમાં પોતાને સાબિત કરી ચૂક્યા છે. ફિલ્મ 'મુંબઇ સાગા' આ વર્ષે 19 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
IT'S OFFICIAL... John Abraham and Emraan Hashmi in #MumbaiSaga... The gangster drama is set in the 1980s and 1990s... Costars Jackie Shroff, Suniel Shetty, Prateik Babbar, Gulshan Grover, Rohit Roy and Amole Gupte... Directed by Sanjay Gupta... contd in next tweet... pic.twitter.com/u1UENcWxf6
— taran adarsh (@taran_adarsh) June 14, 2019
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે