#MeToo મામલે પ્રીતિ ઝિંટાએ આપ્યું એવું નિવેદન કે સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ
એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રીતિ ઝિંટાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે
Trending Photos
નવી દિલ્હી : પ્રીતિ ઝિન્ટા એક સમયે બોલિવૂડની ટોચની હિરોઇન ગણાતી હતી. તે મોટાભાગે તમામ સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. હાલમાં પ્રીતિએ લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં બોલિવૂડના યૌન ઉત્પીડન સામે વિરોધ નોંધાવતી #MeToo મુવમેન્ટ પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે જેના કારણે તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. પ્રીતિ બહુ જલ્દી 'ભૈયાજી સુપરહીટ'માં કોમેડી અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશન માટે તે અનેક ઇન્ટરવ્યૂ આપી રહી છે.
હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રીતિને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તેણે યૌન ઉત્પીડન જેવી ઘટનાનો સામનો કર્યો છે ? આ સવાલ સાંભળીને પ્રીતિ પહેલા હસે છે અને પછી કહે છે કે, 'નહીં. મારી સાથે આવું નથી થયું. કાશ, મારી સાથે આવું થયું હોત...તો હું જવાબ આપી શકત.' આ સિવાય તેણે #MeToo મુવમેન્ટની મજાક પણ ઉડાવી હતી. પ્રીતિના આ નિવેદનને ભારે ગંભીરતાથી લેવાયું છે અને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
Q. Did you ever have a #MeToo experience?
A. Giggle. Giggle. Ha ha. I wish I had!!!
"Aaj ki sweetu, kal ki metoo ho sakti hai, ha ha": The lovely @realpreityzinta does some unexpected victim shaming pic.twitter.com/F0Rc05Cbws
— Prasanto K Roy (@prasanto) November 18, 2018
આ ઇન્ટરવ્યૂમાં પ્રીતિએ #MeToo વિશે વાત કરતા કહ્યું છે કે ''આ અભિયાન શરૂ થયું છે એ સારી વાત છે પણ મને લાગે છે કે એનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ. મને લાગે છે કે પુરુષો અને મહિલાઓ બંને પોતાના ફાયદા માટે એનો ઉપયોગ કરી રહ્યા છે. મને ખરાબ ત્યારે લાગે છે જ્યારે મહિલાઓ આ #MeToo અભિયાનનો ઉપયોગ પોતાના અંગત ફાયદા કે પબ્લિસિટી માટે કરે છે.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે