VIDEO : 2.0ની રિલીઝ પહેલાં રજનીકાંતના ચાહકોએ કાઢ્યું સરઘસ, આખી રાત વાગ્યા ઢોલ-નગારાં 

આજે અક્ષયકુમાર અને રજનીકાંતને ચમકાવતી ફિલ્મ 2.0 રિલીઝ થઈ છે

VIDEO : 2.0ની રિલીઝ પહેલાં રજનીકાંતના ચાહકોએ કાઢ્યું સરઘસ, આખી રાત વાગ્યા ઢોલ-નગારાં 

મુંબઈ : રજનીકાંત અને તેના ચાહકો વચ્ચે અનોખો સંબંધ છે. રજનીકાંતની ફિલ્મ જ્યારે પણ રિલીઝ થાય છે ત્યારે તેના ચાહકો અનોખા ઉત્સાહ સાથે ફિલ્મનું સ્વાગત કરે છે. મુંબઈમાં આજે ત્રણ અલગઅલગ જગ્યાએ રજનીકાંતના ચાહકોનો રંગ જોવા મળ્યો હતો. આ ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે ચાહકો ઢોલ અને નગારાં સાથે આખી રાત થિયેટરની બહાર ઉભા રહ્યા હતા. 

'2.0' રજનીકાંત તેમજ અક્ષયકુમાર સ્ટારર સાઇન્સ ફિક્શન છે. લગભગ 600 કરોડ રૂ.ના બજેટમાં બનેલી આ ફિલ્મ આખા દેશમાં સાડા છ હજારથી વધારે સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને સારું એવું એડવાન્સ બુકિંગ મળ્યું છે જેના કારણે તે સારી ઓપનિંગ કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રજનીકાંતની આ ફિલ્મના સેલિબ્રેશન માટે ચાહકોએ આખી રાત ઢોલ અને નગારાં વગાડ્યા હતા અને સરઘસ કાઢ્યું હતું. 

રજનીકાંતની ફિલ્મ પહેલા તેમના કટઆઉટને દૂધથી નવડાવવાની પરંપરા છે. મુંબઈના માટુંગા સ્થિત અરોડા થિએટર પાસે આ પરંપરા મુજબ રજનીકાંતના કટઆઉટને દૂધથી સ્નાન કરાવાયું હતું. સવારે ચાર વાગ્યાથી જ દર્શકોનો આ થિયેટર સામે લાઈન લગાવશે. ફિલ્મના પહેલો શો વખતે રજનીકાંતના કટઆઉટની પૂજા કરવામાં આવી હતી તેમજ આતશબાજી કરાઈ હતી. 

ફિલ્મ 2.0માં આગામી સમયમાં મોબાઈલ ફોનથી થનાર મુશ્કેલીઓને બતાવવામાં આવી છે. અક્ષય કુમારનો 'મોબાઈલ રખને વાલા હર આદમી હત્યારા' ડાયલોગ જ ઘણી મોટી વાત કહી જાય છે. આ ફિલ્મ 2 કલાક 28 મિનિટની છે. ફિલ્મ 2.0ને હિંદી, તમિલ, તેલુગુ ભાષા સાથે દુનિયાના 43 દેશોમાં 6600 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. 2.0 અન્ય દસ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. ઓવરસીઝમાં 10,000થી વધુ શો યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news