સારા અને સુશાંતની લવસ્ટોરી સાબિત થઈ ચાર દિન કી ચાંદની ! બ્રેકઅપ માટે જવાબદાર મોટું કારણ
સારા અલી ખાનની કેદારનાથ બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ હતી
Trending Photos
મુંબઈ : ગયા વર્ષે રિલીઝ થયેલી સારા અલી ખાનની પહેલી ફિલ્મ કેદારનાથ બોક્સઓફિસ પર સફળ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતની જોડી જોવા મલી હતી. આ ફિલ્મમાં લોકોને બંનેની કેમિસ્ટ્રી બહુ પસંદ પડી હતી. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. એક શો દરમિયાન સારાની સાવકી માતા કરીનાએ દીકરીને તેના પહેલા હીરોને ડેટ ન કરવાની સલાહ પણ આપી દીધી હતી.
સુશાંતના બર્થ-ડેમાં સારા તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તેની પાસે પહોંચી હતી. તે પોતાની સાથે કેક પણ લઈ ગઈ હતી. સારા અને સુશાંતના સેલિબ્રેશનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જોકે એકાએક સુશાંતે ઇન્સ્ટાગ્રામ પર સારાને અનફોલો કરી દીધી હતી અને તેમના બ્રેકઅપની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
હવે મળતા સમાચાર પ્રમાણે સારા દિવસને દિવસે સુશાંત માટે વધારે પઝેસીવ થઈ ગઈ હતી જેના કારણે તેમના આ સંબંધનો અંત આવી ગયો હતો. સારા દરેક નાનીનાની વાતમાં સુશાંતને સલાહ આપતી હતી. સુશાંતને આ વર્તન બિલકુલ પસંદ ન પડ્યું અને તેમનું બ્રેકઅપ થઈ ગયું. નોંધનીય છે કે સુશાંતે જ્યારે સોશિયલ મીડિયામાં સારાને અનફોલો કરી ત્યારે કમેન્ટ કરી હતી કે 'sufficient cause'. સારા આજકાલ કાર્તિક આર્યન સાથે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની 'લવ આજકલ 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે