સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: પોલીસે કલાકો સુધી રિયા ચક્રવર્તીની કરી પૂછપરછ, થયા ચોંકાવનારા ખુલાસા
બોલિવૂડના આશાસ્પદ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. ગુરુવારે બાન્દ્રા મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની કલાકો સુધી મેરેથોન પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તી બાન્દ્રા પોલીસ સ્ટેશનથી રાતે 10 વાગે બહાર આવતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી ખુબ પરેશાન જોવા મળી હતી.
Trending Photos
મુંબઇ: બોલિવૂડના આશાસ્પદ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. ગુરુવારે બાન્દ્રા મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની કલાકો સુધી મેરેથોન પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તી બાન્દ્રા પોલીસ સ્ટેશનથી રાતે 10 વાગે બહાર આવતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી ખુબ પરેશાન જોવા મળી હતી. પોલીસ ઈન્ટ્રોગેશન દરમિયાન રિયા ચક્રવર્તીને સુશાંત સાથેના પોતાના સંબંધો, લગ્નથી માડીને તેના મિત્રો સાથેના બોન્ડિંગ, ડિપ્રેશન અને ઈન્ડસ્ટ્રી સાથે સુશાંતના સંબંધો વિશે અનેક સવાલો પૂછાયા હતાં. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાયું છે કે હાલમાં જ રિયા ચક્રવર્તી અને સુશાંતનું બ્રેક અપ થયું હતું જેના કારણે અભિનેતા ઘણો પરેશાન હતો. 'પિંકવિલા'એ પોતાના એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ગત ગુરુવારે રિયા ચક્રવર્તીએ પોલીસને શું શું જણાવ્યું.
પોર્ટલને એક સૂત્ર દ્વારા જાણકારી મળી છે કે સૌથી પહેલા રિયાને સુશાંત સિંહ રાજપૂત સાથે તેના સંબંધ અને લગ્ન અંગે સવાલ પૂછાયો હતો. આ દરમિયાન પોલીસે રિયા ચક્રવર્તીને તેના અને સુશાંત વચ્ચે મેસેજ દ્વારા થયેલી વાતચીત દેખાડવાનું કહેવાયું હતું. આ સાથે જ તેના આખા ફોનને પણ સ્કેન કરાયો છે. પોલીસે રિયાના ફોનમાં તેની અને સુશાંતની તસવીરો અને વીડિયો પણ જોયા છે. રિયા ચક્રવર્તીએ પોલીસને નિવેદન આપ્યું છે કે બંને જલદી એક ઘર લેવાના હતાં અને વર્ષ 2020ના અંત સુધીમાં લગ્નના બંધનમાં પણ બંધાવવાના હતાં.
રિયા અને સુશાંત કાર્ડર રોડ પર એક પેન્ટહાઉસમાં રહેતા હતાં. અહીં સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પટણી પણ તેમની સાથે રહેતા હતાં. પિંકવિલાના રિપોર્ટ મુજબ રિયા સિદ્ધાર્થ ફ્લેટમાં સાથે રહે તે મુદ્દે ખુશ નહતી. તેણે સુશાંતને આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તે તેના મિત્રને ફ્લેટ છોડી દેવા જણાવે. સુશાંતના નિધનના થોડા દિવસ પહેલા જ રિયા ચક્રવર્તીએ તે ઘર છોડી દીધુ હતું. રિપોર્ટ મુજબ પોલીસને એ વાત ખુબ ખટકી હતી અને તેમણે રિયાને તેના અને સુશાંતના બ્રેકઅપ વિશે પણ વાત પૂછી હતી. પૂછપરછ દરમિયાન રિયાએ જણાવ્યું કે સુશાંતનું ઘર છોડતા પહેલા સુશાંત સાથે તેની ખુબ લાંબો ઝઘડો થયો હતો. રિયાએ પોલીસને આ લડાઈ બાદ એક બીજાને મોકલેલા મેસેજ પણ બતાવ્યાં અને એમ પણ કહ્યું કે લડાઈ બાદ ફોન કોલ્સ દ્વારા પણ બંને વચ્ચે વાત થઈ હતી. કોલ રેકોર્ડ મુજબ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી તેના ગણતરીના કલાકો પહેલા એટલે કે શનિવારે રાતે રિયાને ફોન કર્યો હતો. રિયાને ફોન કર્યો તે પહેલા તેણે પોતાના જિગરી મિત્ર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો. મહેશને ફોન કર્યા બાદ સુશાંતે રિયાને ફોન કર્યો હતો. પરંતુ અભિનેત્રીએ ફોન ઉપાડ્યો નહતો. સવારે ઉઠ્યા બાદ સુશાંતે મહેશનો રિટર્ન કોલ જોયા પછી ફરીથી ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ તેનો ફોન લાગ્યો નહતો.
સુશાંત સિંહ રાજપૂત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો અને આ દરમિયાન રિયા ચક્રવર્તી તેની સાથે જ હતી. પોલીસે રિયાને આ મામલે પૂછપરછ કરતા કહ્યું કે શું તેમણે સુશાંતના વ્યવહારમાં કોઈ ફેરફાર મહેસૂસ કર્યો હતો. રિયાએ એ વાતના પણ પુરાવા આપ્યા છે કે સુશાંતની સારવાર ચાલુ હતી અને દવાઓની સાથે સાથે તે યોગ દ્વારા પણ પોતાને સ્વસ્થ રાખવાની કોશિશ કરતો હતો. રિયા ચક્રવર્તીએ એમ પણ જણાવ્યું કે અનેકવાર એવું થતું હતું કે તે અપસેટ રહેતો હતો અને ખુબ લો ફિલ કરતો હતો અને ઘણીવાર પોતાની દવા ખાવાની પણ ના પાડી દેતો હતો. સુશાંતના નિધન બાદ એવા પણ અહેવાલો આવ્યાં હતાં કે મહેશ ભટ્ટના કહેવા પર જ રિયાએ સુશાંતનું ઘર છોડી દીધુ હતું. હજુ જોકે એ વાતનો ખુલાસો થયો નથી કે રિયાને આ અંગે પૂછપરછ થઈ છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે