મોરારીબાપુ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, આહિર સમાજે પબુભાને માફી માંગવા કહ્યું, નહિ તો....
દ્વારકાના વિવાદાસ્પદ ધારાસભ્ય પબુભા માણેકનો કથાકાર મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને પગલે જામનગરમાં આહિર સમાજની તાકિદની બેઠક બોલાવાઈ હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમગ્ર ઘટનાને લઇને હાલારનો આહિર સમાજ લાલઘૂમ બન્યો છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ અને આહિર સમાજ લાલઘુમ જોવા મળ્યો. હાલારના આહિર સમાજની તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :દ્વારકાના વિવાદાસ્પદ ધારાસભ્ય પબુભા માણેકનો કથાકાર મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને પગલે જામનગરમાં આહિર સમાજની તાકિદની બેઠક બોલાવાઈ હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમગ્ર ઘટનાને લઇને હાલારનો આહિર સમાજ લાલઘૂમ બન્યો છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ અને આહિર સમાજ લાલઘુમ જોવા મળ્યો. હાલારના આહિર સમાજની તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
જાફરાબાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રાજીનામુ આપ્યું
તો અમરેલીમાં પણ કથાકાર મોરારીબાપુ ઉપર પબુભા દ્વારા દ્વારકામા હુમલા કરવાનો પ્રયાસના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જાફરાબાદ તાલુકા ભાજપ મહામંત્રી તુષાર ત્રિવેદીએ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા મામલે જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર અપાયું છે. ‘સાધુનુ અપમાન હું સહન નહિ કરી શકુ. હોદ્દા પરથી રાજીનામુ આપું છું. હવે હુ આ બોજ ઉપાડી શકીશ નહિ....’ તેમ કહી જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામુ આપ્યું છે. પબુભાના ભાજપના સંસ્કાર નથી તેથી તાકીદે પગલા લેવા જોઈએ. કથાકાર મોરારીબાપુની ગઈ કાલની ઘટનાને લઈને સમગ્ર રાજુલા, જાફરાબાદ મહુવા વિસ્તારના લોકો ચિંતિત છે તેવું તેઓએ જણાવ્યું.
હુકમનો એક્કો બનેલ BTP ને વોટિંગ કરવા મનાવવા ભાજપ બાદ કોંગ્રેસના મરણિયા પ્રયાસો શરૂ
જામનગરમાં મોરારીબાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાના મામલે જામનગર સાધુ સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું. સાધુ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું અને જામનગર સાધુ સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જો પબુભા માફી નહી માંગે તો સાધુ સમાજ દ્વારા જલદ આંદોલન કરાશે.
ભાવનગરમાં આ ઘટનાની વિરોધમાં ભાવનગર વૈષ્ણવ સાધુ સમાજ, પટેલ સમાજ દ્વારા આવેદન આપવામાં આવશે. રામમાનસ સંસ્થા સહિત અનેક સંસ્થાઓ કલેક્ટરને આવેદન આપશે.આજે સાંજે 5 કલાકે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપશે.
સુરતની કંપનીએ એવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ ભીંજવી નહિ શકે
ગઈકાલે દ્વારકામાં મોરારીબાપુ ઉપર હુમલાની ઘટનાની વિરોધમાં સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં હુમલાના વિરોધમાં રામધૂન બોલાવી હતી. માનવ મંદિરના ભક્તિબાપુ તેમજ અનેક મહિલાઓએ રામધૂન બોલાવી હતી. બાપુ ઉપર હુમલાની ઘટનાને કારણે સાધુ સમાજ સહિત તમામ લોકોમા ઘેરા પડઘા પડ્યા છે.
ગઈકાલે મોરારીબાપુની ઘટનાને લઈને અમરેલી જિલ્લામાં પણ પડઘા છે. સાવરકુંડલા વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું છે. તેઓએ કહ્યું કે, મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી ક્ષમા માંગેલી. સાધુ સંતો પર આવા હુમલાઓ થશે તો કોઈ ધર્મ પ્રચારમાં આગળ આવશે નહિ. પબુભા માણેક સામે કાયદેસર કાર્યવાહી કરવા સાધુ સમાજે માંગ કરી છે. માનવ મંદિરના ભક્તિબાપુ, સાધુ સમાજ પ્રમુખ નાગરભાઈ તેમજ 1008 મહા મંડલેશ્વર ગોવિદરામબાપુ, અનુબાપુ સહિતના સંતોએ નાયબ કલેકટરને આવેદન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે