હજુ જેલમાં રહેશે રિયા-શોવિક, જામીન અરજી પર કોર્ટ કાલે આપશે ચુકાદો


રિયા ચક્રવર્તી પહેલા એનસીબીએ તેના ભાઈ શોવિકની ધરપકડ કરી હતી. શોવિંકની સાથે ડ્રગ  પેડલર્સની પણ એનસીબીએ ધરપકડ કરી હતી. મહત્વનું છે કે રિયા અને શોવિક વચ્ચે ડ્રગ ચેટનો ખુલાસો થયો હતો.

હજુ જેલમાં રહેશે રિયા-શોવિક, જામીન અરજી પર કોર્ટ કાલે આપશે ચુકાદો

મુંબઈઃ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે તેને 14 દિવસની જેલની સજા ફટકારી હતી. કોર્ટનો નિર્ણય આવ્યા બાદ રિયાએ પ્રથમ રાત એનસીબી લોકઅપમાં પસાર કરવી પડી હતી. પરંતુ રિયાએ જામીન માગ્યા હતા પરંતુ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. રિયા ભાયખલા જેલમાં બંધ છે. રિયા અને શોવિક ચક્રવર્તી સહિત છ આરોપીઓની જામીન અરજી પર સત્ર ન્યાયાલય પોતાનો ચુકાદો કાલે સંભળાવશે. હાલ બધા પક્ષોની સુનાવણી બાદ કોર્ટે પોતાનો ચુકાદો કાલ સુધી સુરક્ષિત રાખ્યો છે. 

NCBએ કોર્ટમાં રાખી આ દલીલો
રિયા ચક્રવર્તીના વકીલની સાથે દલીલો બાદ પબ્લિક પ્રોસીક્યૂટરે પોતાની દલીકમાં કહ્યું કે, કેટલા પૈસા લાગ્યા ડ્રગ્સ માટે તે ખુબ જરૂરી નથી. કોર્ટે રિયાનું ઇન્ટ્રોગેશન સ્ટેટમેન્ટ વાંચ્યું. એનસીબીએ જામીન અરજીનો વિરોધ કર્યો અને એનસીબીના સીનિયર અધિકારી સમીર વાનખેડે પણ કોર્ટમાં હાજર રહ્યાં હતા. 

એનસીબીએ પોતાની વાત રાખતા કહ્યું કે, મામલાની આગળ તપાસ કરવાની છે. મામલો પૂરો થયો નથી તપાસ ચાલી રહી છે. તેવામાં રિયા અને શોવિંકનું ન્યાયિક કસ્ટડીમાં રહેવું જરૂરી છે. મહત્વનું છે કે એનસીબીની ટીમ ચાર-પાંચ દિવસથી ઘરે પણ ગઈ નથી અને સતત તપાસ કરી રહી છે. 27 Aની નારકોટિક્સ એક્ટની કલમ રિયા અને શોવિક માટે મોટી મુશ્કેલી બની શકે છે. કારણ કે રિયા અને શોવિકે જે ડ્રગ્સ ખરીદ્યું તેનો વ્યક્તિગત ઉપયોગ માટે નહીં બીજા માટે હતું. 

ફરી વાયરલ થયો પ્રિયા પ્રકાશનો નવો VIDEO, આ વખતે આંખથી નહીં અવાજથી જીત્યું દિલ  

મહત્વનું છે કે રિયા ચક્રવર્તી પહેલા એનસીબીએ તેના ભાઈ શોવિકની ધરપકડ કરી હતી. શોવિંકની સાથે ડ્રગ  પેડલર્સની પણ એનસીબીએ ધરપકડ કરી હતી. મહત્વનું છે કે રિયા અને શોવિક વચ્ચે ડ્રગ ચેટનો ખુલાસો થયો હતો. રિયાએ પૂછપરછમાં ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી પરંતુ તેના સેવનનો ઇનકાર કરી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news