મુન્નાભાઈ 3માં કામ કરવા માટે સોનમે મૂકી એવી શરત કે સંજય દત્ત માટે ઉભી થઈ શકે છે મુસીબત
સોનમ કપૂર આજકાલ તેની લેટેસ્ટ ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા’ના પ્રોમોશનમાં વ્યસ્ત છે
Trending Photos
મુંબઈ : છેલ્લા ઘણા સમયથી મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મની રાહ જોવામાં આવી રહી છે. ચર્ચા પ્રમાણે આ સિક્વલ 2019માં જ ફ્લોર પર જશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે સોનમ કપૂરને કાસ્ટ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનમની આવનારી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા’ના પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરા ફિલ્મમાં સોનમ કપૂરની એક્ટિંગથી ઘણા પ્રભાવિત થયા છે અને તેથી તેમણે ‘મુન્નાભાઈ 3’માં સોનમને કાસ્ટ કરી છે.
સોનમ કપૂર આજકાલ તેની લેટેસ્ટ ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા’ના પ્રોમોશનમાં વ્યસ્ત છે. જ્યારે તેને ‘મુન્નાભાઈ 3’ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ સમાચાર ખોટા છે. તેણે કહ્યું કે તે આ ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરશે પણ તેની એક શરત છે. સોનમ કપૂરે જણાવ્યું કે તે ‘મુન્નાભાઈ’ની સિરીઝમાં કામ કરવાનું પસંદ કરશે પણ ફિલ્મનું નામ ‘મુન્નીબહેન’ હોવું જોઈએ.
નોંધનીય છે કે આ શુક્રવારે જ સોનમ કપૂર અને રાજકુમાર રાવ અભિનીત 'એક લડકી કો દેખા તો એસા લગા' રિલીઝ થઈ છે. આ ફિલ્મને ચાહકો અને ક્રિટિક્સના સારા રિવ્યુ મળ્યા છે. આ ફિલ્મને શૈલી ચોપડા ધર ડિરેક્ટ કરી રહી છે અને તેની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. આ પહેલાં અનિલ કપૂરની '1942 અ લવસ્ટોરી'ને શૈલી ચોપડાના ભાઈ વિધુ વિનોદ ચોપડાએ ડિરેક્ટર કરી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને જુહી ચાવલા 9 વર્ષ પછી પડદા પર સાથે જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે