sonu sood 1 લાખ લોકોને આપશે નોકરી, 10 કરોડ જિંદગી બદલવાનો દાવો, જાણો શું છે પ્લાન
અભિનેતા સોનૂ સૂદે આ ટ્વીટમાં જણાવ્યુ કે, તેણે એક લાખ નોકરીની વ્યવસ્થા કરી છે. સાથે ટ્વીટમાં કહ્યુ કે, તે પોતાના આ કામ દ્વારા આગામી પાંચ વર્ષની અંદર આશરે 10 કરોડ લોકોની જિંદગી બદલવાની યોજના પર કામ કરી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ તમે બેરોજગાર છો અને નોકરીની શોધ કરી રહ્યાં છો તો ફિલ્મ અભિનેતા સોનૂ સૂદ (sonu sood) તમારા માટે ખુશખબર લઈ આવ્યા છે. સોનૂ સૂદ જરૂરીયાતમંદ લોકો માટે એક મદદગાર બની રહ્યો છે. સોનૂ સૂદે એક લાખ લોકો માટે રોજગારીની વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોનૂ સૂદે નવી નોકરીની તકો લખતા પોતાની આ મહત્વપૂર્ણ યોજનાને લોકો સાથે ટ્વિટર પર શેર કરી છે.
10 કરોડ લોકોની જિંદગી બદલવાનો પ્લાન
અભિનેતા સોનૂ સૂદે આ ટ્વીટમાં જણાવ્યુ કે, તેણે એક લાખ નોકરીની વ્યવસ્થા કરી છે. સાથે ટ્વીટમાં કહ્યુ કે, તે પોતાના આ કામ દ્વારા આગામી પાંચ વર્ષની અંદર આશરે 10 કરોડ લોકોની જિંદગી બદલવાની યોજના પર કામ કરી રહ્યો છે.
રોજગાર માટે તમે ગુડવર્કર એપ ડાઉનલોડ કરો
હવે સોનૂ સૂદ દેશના લાખો લોકો માટે નોકરીની વ્યવસ્થા કરી રહ્યો છે. સોનૂ સૂદ આવા લોકો માટે રોજગાર એપ લઈને આવ્યો છે. સોનૂ સૂદે આ વિશે માહિતી આપતા ટ્વીટ કરીને કહ્યુ કે-
नया साल, नई उम्मीदें
नई नौकरी के अवसर....
और उन अवसरों को आपके करीब लाते, नए हम।
प्रवासी रोज़गार अब है गुडवर्कर।
आज ही गुडवर्कर एप्लिकेशन को डाउनलोड करें और बेहतर कल की उम्मीद करें
App Link: https://t.co/GMX1RW36s5#AbIndiaBanegaKaamyaab #GoodWorker #NaukriPaanaHuaAasaan pic.twitter.com/yV6XTZ5RtD
— sonu sood (@SonuSood) March 14, 2021
આ સાથે તેણે એપની લિંક શેર કરી છે અને તેની સાથે રસપ્રદ હેશટેગ લખ્યા છે. આ હેશટેગમાં હવે ઈન્ડિયા બનશે કામયાબ (#AbIndiaBanegaKaamyaab), ગુડ વર્કર (#GoodWorker), નોકરી મેળવવી થઈ સરળ (#NaukriPaanaHuaAasaan) સામેલ છે.
સોનૂ સૂદના આ પગલાની પ્રશંસા
સોનૂ સૂદના આ ટ્વીટે હજારો-લાખો બેરોજગારોના ચહેરા પર ખુશી લાવી દીધી છે. લોકો અભિનેતાના આ પગલાની પ્રશંસા કરી રહ્યાં છે અને તેનો આભાર માની રહ્યા છે.
મહત્વનું છે કે સોનૂ સૂદ તરફથી આ પહેલા દાવો કરવામાં આવી ચુક્યો છે કે અત્યાર સુધી આ મિશન દ્વારા 1 લાખ 20 હજાર 52 લોકોને નોકરી આપવામાં આવી છે અને હવે વધુ 1 લાખ નોકરી સાથે હાજર થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે