Happy Birthday Twinkle Khanna: ટ્વિંકલ ખન્નાની કમાણી કોઈ સુપર સ્ટારથી ઓછી નથી, આ રીતે કમાય છે કરોડો રૂપિયા
Twinkle Khanna Income: ટ્વિંકલ ખન્ના એક સફળ લેખિકા પણ છે. તેનાં ઘણાં પુસ્તકો બજારમાં પ્રસિદ્ધ થયાં છે અને ખૂબ જ સફળ પણ રહ્યાં છે. તેણીનું તાજેતરનું પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' ખૂબ આવકાર પામ્યું છે.
Trending Photos
Happy Birthday Twinkle Khanna: સંયોગની વાત છે કે આજે બોલિવૂડના કાકા રાજેશ ખન્ના અને તેમની પુત્રી ટ્વિંકલ ખન્ના બંનેનો જન્મદિવસ છે. ટ્વિંકલે પણ ફિલ્મોમાં અભિનય કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ બહુ સફળ ન થતાં તેણે એક પગલું પાછું ખેંચ્યું. અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન બાદ એક્ટિંગ છોડી દીધી. 10 વર્ષથી એક્ટિંગની દુનિયાથી દૂર હોવા છતાં ટ્વિંકલ કોઈ અભિનેત્રીથી કમ નથી. તે અન્ય વ્યવસાયમાંથી વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી કરે છે.
ટ્વિંકલ ખન્નાની કુલ સંપત્તિ રૂ. 250 કરોડની આસપાસ છે, જેમાં અક્ષય કુમારની કમાણી કે સંપત્તિનો સમાવેશ થતો નથી. એક્ટિંગથી દૂર હોવા છતાં તે દર મહિને 1 કરોડ રૂપિયા કમાય છે અને વાર્ષિક 12 કરોડ કમાય છે. ટ્વિંકલ ખન્નાએ બોલિવૂડની સાથે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
While you may be glad to have missed my live performance the other day, I’m glad I get to witness you and all your madness every single day! But as much as I love you, I really think you should stop singing 😂 And Happy birthday Tina ❤️ pic.twitter.com/DRsrH9ihif
— Akshay Kumar (@akshaykumar) December 29, 2022
ટ્વિંકલની મોટાભાગની કમાણી ઈન્ટિરિયર ડેકોરેશનના બિઝનેસમાંથી આવે છે. તેણે વર્ષ 2001માં એક્ટિંગ છોડી દીધી અને મુંબઈમાં ઈન્ટિરિયર ડિઝાઈનિંગ સ્ટોર 'ધ વ્હાઇટ વિન્ડો' ખોલ્યો અને બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. એલી ડેકોર મેગેઝિન દ્વારા પ્રતિષ્ઠિત એલી ડેકોર ઇન્ટરનેશનલ ડિઝાઇન એવોર્ડ પણ ટ્વિંકલને મળ્યો છે. તેણે મુંબઈમાં પોતાનો બીજો સ્ટોર ખોલ્યો અને હવે તે દેશભરમાં આ પ્રકારના સ્ટોર ખોલવાનો પ્રયાસ કરી રહી છે. કોહલી-અનુષ્કાના ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ પણ ટ્વિંકલે કર્યું છે.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
આ સિવાય ટ્વિંકલ ખન્ના એક સફળ લેખિકા પણ છે. તેનાં ઘણાં પુસ્તકો બજારમાં પ્રસિદ્ધ થયાં છે અને ખૂબ જ સફળ પણ રહ્યાં છે. તેણીનું તાજેતરનું પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' ખૂબ આવકાર પામ્યું છે.
ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તે ઘણી વધારે છે. બંને પાસે સંયુક્ત રીતે આશરે રૂ. 2,600 કરોડની સંપત્તિ છે. ફિલ્મોમાંથી મળેલા પૈસા ઉપરાંત પ્રોપર્ટી, બિઝનેસ અને જાહેરાતોમાંથી મળેલી રકમ પણ આમાં સામેલ છે. અક્ષય કુમારની વાત કરીએ તો તેમની પાસે લગભગ 2,200 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ટ્વિંકલ ખન્ના માત્ર બિઝનેસ કરિયરમાં જ સફળ નથી, પરંતુ તેની સામાજિક પહોંચ પણ ઘણી ઊંચી છે. ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવે છે. આઉટલુકે તેને વર્ષ 2016માં મોસ્ટ ઇન્સ્પાયરિંગ વુમનનો ખિતાબ પણ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે