અમદાવાદમાં થોડી રાહત, છેલ્લા 24 કલાકમાં 230 કેસ, 381 દર્દી ડિસ્ચાર્જ
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં 24 કલાક દરમિયાન 300થી ઓછા કેસ નોંધાયા છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28000ને પાર પહોંચી ગઈ છે. પરંતુ અમદાવાદમાં આજે થોડા રાહતના સમાચાર છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં કોરોના કેસનો આંકડો 300ને નીચે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 230 કેસ નોંધાયા છે તો 381 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં માત્ર પાંચ કેસ નોંધાયા જેની સામે 40 લોકો ડિસ્ચાર્જ થયા છે.
અમદાવાદમાં વધુ 13 લોકોના મૃત્યુ
અમદાવાદ કોર્પોરેશનના વિસ્તારમાં આજે વધુ 13 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ગ્રામ્યમાં બે મૃત્યુ થયા આમ છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 15 લોકોના મૃત્યુ થયા છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનાની હાલની સ્થિતિ
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 19 હજાર 386 કેસ નોંધાયા છે. તો કુલ 1364 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 14 હજાર 434 લોકો સારવાર બાદ સાજા થયા છે.
દર્દીઓની સેવા દરમિયાન થયા સંક્રમિત, આઠ દિવસમાં કોરોનાને હરાવ્યો, વાંચો સિવિલના નર્સની કહાની
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 549 નવા કેસ નોંધાયા છે, આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. આ દરમિયાન કુલ 26 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 604 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ નવા કેસની સાથે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28429 પર પહોંચી છે. તો અત્યાર સુધી 20521 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુઆંક 1711 પર પહોંચ્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે