સુરતમાં કોરોના વાયરસના નવા 35 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 1200ને પાર
આ નવા કેસની સાથે સુરતમાં કુલ કેસોની સંખ્યા 1200ને પાર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી કોરોનાથી 54 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 783 છે.
Trending Photos
સુરતઃ સુરતમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. આજે નવા 35 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1200ને પાર પહોંચી ગઈ છે. તો કોરોના વાયરસને કારણે સુરતમાં અત્યાર સુધી 54 લોકોના મૃત્યુ થયા છે. તો અત્યાર સુધી કુલ 783 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો બીજીતરફ જિલ્લામાં કન્ટેઇનમેન્ટ સિવાયના વિસ્તારોમાં ધંધા રોજગાર પણ શરૂ થઈ ગયા છે.
આજે વધુ 35 કેસ નોંધાયા
સુરતમાં બુધવારે કોરોના વાયરસના નવા 35 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ લિંબાયત અને નોર્થ ઝોનમાંથી સામે આવ્યા છે. તમામ દર્દીઓને સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તો તેના સંપર્કમાં આવેલા પરિવારજનો અને અન્ય લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ નવા કેસની સાથે સુરતમાં કુલ કેસોની સંખ્યા 1200ને પાર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી કોરોનાથી 54 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 783 છે.
સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, બસમાં ઘેંટા-બકરાની જેમ 60 લોકોને બેસાડ્યા
સુરતમાં એસટી બસો શરૂ
કોરોનાના કેસ વચ્ચે સુરત બીજીતરફ પોતાના સામાન્ય જીવન તરફ પરત ફરી રહ્યું છે. ગઈકાલે કન્ટેઇનમેન્ટ સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો અને વેપાર ધંધા શરૂ થઈ ગયા હતા. તો આજથી એસટી બસો પણ શરૂ કરી દેવામાં આવી છે. આમ કોરોના વચ્ચે લોકો પણ સલામતી સાથે આગળ વધી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે