'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, 5 વર્ષથી નાના બાળકોને નહીં મળે પ્રવેશ, આ રસ્તાઓ રહેશે બંધ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન થવાનું છે. એક લાખ જેટલા લોકો આ કોન્સર્ટ માટે પહોંચવાના છે. અમદાવાદ પોલીસ પણ આ મેગા ઈવેન્ટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતત તૈયારી કરી રહી છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન થવાનું છે. આ કોન્સર્ટનું આયોજન વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. કોલ્ડપ્લે કોન્સર્ટનો યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે અને આ દિવસે એક લાખ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી શકે છે. ત્યારે લોકોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે પણ પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે.
અમદાવાદ પોલીસે શરૂ કરી તૈયારી
અમદાવાદમાં યોજાનાર આ મેગા ઈવેન્ટ પહેલા અમદાવાદ પોલીસ પણ તૈયારી કરી રહી છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે અમદાવાદ પોલીસની સાથે એનએસજી કમાન્ડો પણ જોડાશે. કુલ 3825 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખ લોકો આવે તેવી સંભાવના છે. તેને જોતા સ્ટેડિયમ પર કામચલાઉ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવશે.
ટ્રાફિક માટેની પણ તૈયારી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લોકોની ભારે ભીડ જોવા મળશે. અમદાવાદ પોલીસે આપેલી માહિતી પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સિવાય સ્ટેડિયમ તરફ જતા કેટલાક રસ્તાઓ પણ બંધ રાખવામાં આવશે. લોકો આ દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ અવર-જવર માટે કરી શકશે.
આ રીતે છે બંદોબસ્તની વ્યવસ્થા
DCP 14
ACP 25
PI 63
PSI 142
પોલીસકર્મી 3581
QRT ટીમ 3
NSG ટીમ 1
SDRF 1
BDDS 10
CCTV વાન 2
વેગેઝ સ્કેનર 2
ડીટેક્ટર 400
અમદાવાદ પોલીસે જણાવ્યું કે બપોરે 2 કલાકથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ કોન્સર્ટ રાત્રે 10 કલાક સુધી ચાલશે. લોકોને એરપ્લગ આપવામાં આવશે. મહિલા પોલીસ પણ સુરક્ષામાં રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ તરફ જતો માર્ગ બંધ રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત જનપથથી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધી અવરજવર માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે.
બપોરે બે કલાકથી મળશે પ્રવેશ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો બપોરે 2 કલાકથી પ્રવેશ મેળવી શકશે. કોન્સર્ટ સાંજે 5.10 કલાકે શરૂ થશે. લોકો પોતાની સાથે મોબાઈલ ફોન, પાવરબેંક અને બેગ લઈ જઈ શકે છે. કોન્સર્ટ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે