Gujarat weather Forecast: મોત લાવી દેશે આ ગરમી! જાણો ગુજરાતના કયા મોટા શહેરોમાં આકાશમાંથી આગ ઝરશે

Gujarat weather Forecast: રાજ્યના પાટનગરમાં પણ ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી 13 તારીખ સુધી 43 ડીગ્રી તાપમાન રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ હાલ એક ચેતવણી જાહેર કરી છે.

Gujarat weather Forecast: મોત લાવી દેશે આ ગરમી! જાણો ગુજરાતના કયા મોટા શહેરોમાં આકાશમાંથી આગ ઝરશે

ઝી બ્યુરો/અમદાવાદ: કમોસમી વરસાદના માર બાદ હવે ગુજરાતીઓને ગરમીમાં સેકાવાનો વારો આવવાનો છે. ગુજરાતભરમાં ગરમીનો પારો વધ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી વ્યક્ત કરી છે. આજે અને કાલે અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાથી કાળઝાળ ગરમી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આજે 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે. આ સિવાય રાજ્યના પાટનગરમાં પણ ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી 13 તારીખ સુધી 43 ડીગ્રી તાપમાન રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ હાલ એક ચેતવણી જાહેર કરી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. ગઈકાલે અમદાવાદનું 41.6 ડીગ્રી, રાજકોટનું 41.7 ડીગ્રી અને સુરતનું 36 ડીગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. 14મી બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

No description available.

હવામાન વિભાગે નાગરિકોએ શું કાળજી રાખવી એની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ORSનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે. બીજી બાજુ, AMCના તમામ અર્બન હેલ્થ સેન્ટર સહિત અન્ય સ્થળોએ ORS પેકેટની વ્યવસ્થા કરાઈ છે. એસીવાળા વરાવરણમાંથી સીધા બહાર જનારા લોકો માટે હિટ સ્ટ્રોકનો ખતરો વધારે હોય છે. જેથી અતિશય માથું દુખવું, શરીરમાં કળતર, ઝાડા થવા અને ચક્કર આવવા એ હિટ સ્ટ્રોકના લક્ષણો છે.

ગરમીના આધારે વિવિધ પ્રકારના એલર્ટ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીન અમદાવાદ મ્યુનસિપિલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેનું પાલન કરવા અપીલ  પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી કેર વર્તાવશે. હવામાન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુક્ત એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદમાં આગામી 5 દિવસ ખુબ જ ભારે રહેવાના છે. ઓરેન્જ એલર્ટ જાહેર થતાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી રહેવાની આગાહી કરાઈ છે. 10 અને 11 તારીખે મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે. 

ઉનાળામાં હવે દર વર્ષની જેમ એ સમય આવી ગયો છે જ્યારે તાપમાન મહત્તમ હોય અને શહેરીજનોને પણ ગરમીથી બચવાની જરૂર પડે. હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસમાં તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે. જેમાં 10 અને 11 મેના રોજ મહત્તમ તાપમાન રહી શકે છે. ગરમીને પગલે AMC હેલ્થ વિભાગ દ્વારા નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. બપોરના સમયે અગત્યના કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે. સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ન આવવા પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે. બને ત્યાં સુધી સમગ્ર શરીર ઢંકાયેલું રહે એ મુજબના કપડાં પહેરવા સૂચન પણ આપવામાં આવ્યું છે.

No description available.

એક તરફ ગરમીથી બચવા માટે કોર્પોરેશન એડવાઈઝરી બહાર પાડી છે તો બીજી તરફ ગરમીથી લોકોને તકલીફોની શરૂઆત થઈ ગઈ છે. ગરમીના કારણે ડ્રાય આઈઝીની સમસ્યા લોકોમાં વધી રહી છે. આંખોમાં ખંજવાળ આવવી, આંખોમાં કઈક ખુંચવાનો અહેસાસ થવો, આંખોમાં બળતર, આંખો લાલ થવી. આ તમામ લક્ષણો ડ્રાય આઈઝના છે. જે ગરમીના કારણે થાય છે. ગરમીની અસર ટ્રાફિકમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં આખો દિવસ અને રાત્રે પણ ધમધમતા ગુજરાત કોલેજ તરફના વિસ્તારમાં ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમીથી બચવા માટે કોર્પોરેશને ORSનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો છે સાથે જ BRTS બસ સ્ટેન્ડ પર પણ વિના મુલ્યે ORSનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 

  • બપોરે કામ વગર બહાર ના નીકળવું
  • સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવું
  • આખુ શરીર ઠંકાય તેવા કપડા પહેરવા
  • AMCના અર્બન હેલ્થ સેન્ટર પર ORSની વ્યવસ્થા કરવામાં આવી
  • ACમાંથી સીધા બહાર જવાથી હીટ સ્ટ્રોકનો ખતરો છે

તમને હીટસ્ટ્રોક થયો છે તેના લક્ષણો શુ હશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • ગરમીની અળાઈઓ નીકળવી
  • પરસેવો વધારે થવો અને અશક્તિ લાગવી
  • માથાનો દુખાવો, ચક્કર આવવા
  • ચામડી લાલ, સૂકી અને ગરમ થઈ જવી
  • સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ લાગવી
  • ઉબકા તેમજ ઊલટી થવી

IPL2023 વચ્ચે બેડન્યૂઝ! ભારતના આ સ્ટાર ખેલાડીને કરાવી પડી સર્જરી, હવે WTC માંથી બહાર

ઠંડા પીણાંનો કરવો જોઈએ ઉપયોગ
ઓરેન્જ એલર્ટથી બચવા માટેના કેટલાક ઉપાયો વિશે વાત કરીએ તો આ દિવસોમાં લોકોએ વધુ પ્રમાણામં પ્રવાહી, છાશ, શેરડીનો રસ જેવા પ્રવાહી પીણાંનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ગરમીના કારણે શરીરમાં થતાં ડિહાઈડ્રેશન સામે રક્ષણ મળશે. લાંબો સમય તડકામાં નહીં રહેવું જોઈએ તેવી ભલામણ પણ વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવી છે. તેમજ આ દિવસોમાં હળવા રંગના કપડા પહેરવાની સલાહ પણ અપાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news