મહારાષ્ટ્રના પાલઘરમાં ખાનગી બસ ખીણમાં ખાબકતા સુરતના 6લોકોના મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તોરગના ઘાટ પર ખાનગી બસ અકસ્માતમાં સુરતના 6 લોકોના મોત થયના અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતથી હોળીની રજાઓ માણવા માટે ગયેલી સુરતની બસ ખીણમાં ખાબકતા છ જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 45 કરતા પણ વધારે લોકો બસ અકસ્માતમાં ઘાયલ થયા છે.

મહારાષ્ટ્રના પાલઘરમાં ખાનગી બસ ખીણમાં ખાબકતા સુરતના 6લોકોના મોત

જય પટેલ/સુરત : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તોરગના ઘાટ પર ખાનગી બસ અકસ્માતમાં સુરતના 6 લોકોના મોત થયના અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતથી હોળીની રજાઓ માણવા માટે ગયેલી સુરતની બસ ખીણમાં ખાબકતા છ જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 45 કરતા પણ વધારે લોકો બસ અકસ્માતમાં ઘાયલ થયા છે.

ત્ર્યમ્બકથી દર્શન કરી પરત ફરતી વેળાએ ખાનગી ટ્રાવેલ્સની બસ ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં 45 જેટલા બસ સવારો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત કાર્યમાં 7 જેટલી એમ્બુલન્સ રાહત કામગીરીમાં લાગી છે.

મહત્વનું છે, કે હોળી-ધુળેટી પર્વની રજામાં નાસિક, ત્ર્યંબકેશ્વર અને શીરડીના પ્રવાસે સુરતથી ખાનગી ટ્રાવેલ્સ મારફતે ગયા હતા. જેમાં પરત ફરતી વખતે ખીણમાં બસ ખાબકતા ગુજરાતના સુરતના 6 જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતમાં મોત થનારા તમામં લોકો સુરતના ગોલવાડ અને અડાજણ વિસ્તારના હોવાનું બહાર આવી રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news