8 GMERSનાં ડૉક્ટર તેમજ નર્સની હડતાળ હાલ પૂરતી સમેટાઈ, જાણો લેટેસ્ટ અપડેટ
Trending Photos
હિતલ પારેખ/ગાઁધીનગર :ગઈકાલે આખો દિવસ પોતાની માંગણીઓ માટે આંદોલન કર્યા બાદ મોડી રાત સુધી GMERS ના તબીબ અને નર્સની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેડા સાથે બેઠક ચાલી હતી. આ બેઠકમાં સરકારનુ હકારાત્મક વલણ સામે આવ્યું છે. જેમ બને તેમ ઝડપી ડ્યુટી જોઈન કરવાનુ એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે. આજે બપોરે ફરીથી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સાથે હડતાળના મુખ્ય લોકોની સાથે બેઠક યોજાશે. આમ, હાલ પરતી સ્ટ્રાઇક સ્થગિત કરાઈ છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આજે પુનઃ ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન સાથે પણ બેઠક યોજવામાં આવશે. મોભાગના મુદ્દાઓ ઉપર રાજ્ય સરકારનું સમાધાનકારી વલણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. ત્યારે આજે બપોરે બેઠક થયા બાદ આખરી નિર્ણય લેવાશે.
ટીચર્સ એસોસિયેશન હજી પણ વિરોધના મૂડમાં
જોકે, બીજી તરફ, ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશનનો વિરોધ યથાવત છે. તેઓ હડતાળ સમેટવાના મૂડમાં હજી પણ નથી. સરકારે નોન પ્રેક્ટિસ એલાઉન્સ, કોન્ટ્રાક્ટ ભરતી રદ્દ અને પ્રાઇવેટ પ્રેક્ટિસની છૂટ અંગેની માગણીઓ ના સ્વીકારતા ડોક્ટરોની નારાજગી યથાવત છે. કુલ 14 માગણીઓમાંથી સરકારે 10 માગણીઓનો સ્વીકાર
કરાયો છે. જોકે હજુ લેખિતમાં માંગણીઓ અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ 10 જેટલી માંગણીઓ સરકાર જો સ્વીકારી લે તો જ ડોક્ટરો કોવિડ અને ઇમરજન્સી સેવાઓ શરૂ કરશે. હજુ પણ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશનના 1700 જેટલા ડોક્ટરો નોન કોવિડ ડ્યુટીથી અળગા રહેશે.
મોડી રાત્રે ગૃહરાજ્ય મંત્રી સાથે બેઠક યોજાઈ હતી
જીએમઈઆરએસના તબીબો અને નર્સિંગ સ્ટાફની હડતાળના બીજા દિવસે ગુરુવારે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસકાફલો ખડકી દેવાયો હતો. દરમિયાન જીએમઈઆરએસના પૂર્વપ્રમુખ ડૉ. ગૌરીશંકરને નજરકેદ કરાયા હતા. જોકે, 4 કલાક બાદ મુક્ત કરી દેવાયા હતા. આ ઘટનાને પગલે તબીબોમાં
રોષ ફેલાયો હતો.મોડી રાત્રે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હડતાળિયા તબીબોના 2 પ્રતિનિધિને પ્રશ્નોની ચર્ચા કરવા બોલાવ્યા હતા. જોકે લાંબી વાટાઘાટો બાદ તબીબોના 2 તથા નર્સિંગ સ્ટાફના 1 મળી 3 પ્રતિનિધિ ગૃહમંત્રીને મળવા પહોંચ્યા છે.
તો બીજી તરફ GMERS કૉલેજનાં તબીબ ફેકલ્ટીની અને નર્સિંગ સ્ટાફને પોલીસ દ્વારા હડતાળ સમેટી લેવા ધમકી આપી હોવાનો આરોપ પણ ઉઠ્યો હતો. ફેકલ્ટીનાં ડૉક્ટરને ડિટેઈન કરીને પોલીસ હડતાળ સમેટી લેવા દબાણ કરી રહી છે. જો હડતાલ નહીં સમેટાય તો જેલમા પુરી દેવાની પોલીસ ધમકી આપતી હોવાનો આરોપ GMERS ફેકલ્ટી એસોસિયેશનના પ્રમઉખ ડો. હિરેન પ્રજાપતિ દ્વારા કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે