આ ગુજરાતમાં શું થવા બેઠું છે? આણંદનાં સારસા સીમમાં વૃદ્ધ દંપતીને માર મારી લાખોની લૂંટ
લૂંટારુઓ 25 થી 27 વર્ષની વયના અને હિન્દી ગુજરાતી મિશ્ર ભાષા બોલતા હોવાનું વૃદ્ધ દંપતીએ જણાવ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર મીણાએ પણ ઘટના સ્થળે દોડી જઇ માહિતી મેળવી હતી લૂંટની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદ તાલુકાના સારસા ગામની સીમમાં ખેતરમાં આવેલા બંગલામાં ત્રાટકેલા તસ્કરો વૃદ્ધ દંપતીને ચપ્પુ બતાવી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત 9.40 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ જતા આ બનાવ અંગે ખંભોળજ પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સારસા ગામની સીમમાં પ્લાસ્ટિક ફેકટરી નજીક ખેતરમાં આવેલા બંગલામાં રહેતા પુનિત પટેલ નજીકમાં આવેલી પોલટ્રીમાં નોકરી કરે છે. જેમનો એક પુત્ર હાલમાં કેનેડા હોઈ પુનિતભાઈ અને તેમના પત્ની નમ્રતાબેન બંને બંગલામાં એકલા રહે છે. ગત રાત્રીના સુમારે પુનિતભાઈ અને તેમના પત્ની નમ્રતાબેનજમી પરવારી સુઈ ગયા હતા. ત્યારે ત્રાટકેલા પાંચ અજાણ્યા લૂંટારુંઓએ બંગલામાં પ્રવેશ કરી સુઈ રહેલા પુનિતભાઈને લોખંડની કૉસ મારી ધાકધમકી આપી તેમજ નમ્રતાબેનને ચપ્પુ બતાવી તેમની પાસેથી તિજોરીની ચાવીઓ લઈ તિજોરીમાંથી 2.50 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના મળી 9.40 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ અને એલસીબી એસઓજી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પુનિતભાઈની. ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધ્યો હતો.
મધ્યરાત્રે બનેલી લૂંટની ઘટના બાદ પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંદી કરાવી હતી, અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાની પણ તપાસ હાથ ધરી છે. લૂંટારુઓ 25 થી 27 વર્ષની વયના અને હિન્દી ગુજરાતી મિશ્ર ભાષા બોલતા હોવાનું વૃદ્ધ દંપતીએ જણાવ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર મીણાએ પણ ઘટના સ્થળે દોડી જઇ માહિતી મેળવી હતી લૂંટની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે