માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા
માણસ ગુસ્સામાં ક્યારેક એવું પગલું ભરે છે જેનાથી તેણે આજીવન પસ્તાવાનો વારો આવે છે. આવી એક ઘટના પંચમહાલમાં બની છે. જ્યાં માત્ર 500 રૂપિયાની મજૂરીના વિવાદમાં એક વ્યક્તિની ગળે ટૂંપો આપી હત્યા કરી દેવામાં આવી છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ, પંચમહાલઃ માત્ર 500 રૂપિયાની લેતિદેતી મામલે મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે..જીહાં મજૂરીના પાંચસો રુપિયાને લઈને મિત્રો બાખડ્યા અને એમાં મિત્રએજ પોતાના મિત્રને ઉતાર્યો મોતને ઘાટ ત્યારે શું હતી આ ઘટના અને કઈરીતે પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા મળી.... તમે પણ જાણો
થોડા દિવસ અગાઉ હાલોલના ઓદ્યોગિક વિસ્તારમા આવેલી ઇન્ડીયન લોજેસ્ટીક નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરતા સીતારામ ઉર્ફે મામુ યાદવનું ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રહસ્મય મોત થયું હતું.જે સંદર્ભે હાલોલ ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી...પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવતા રિપોર્ટમાં સીતારામ યાદવનું દોરીથી કે અન્ય કોઈ ચીજ વસ્તુથી ગળું દબાવી મોત નિપજાવવા માં આવ્યું હોવાનું સામે આવ્યું..આ અંગે તપાસ હાથ ધરતા મૃતકની સાથે જ કામ કરતા ક્રિશ્ના નામના શખ્સે મજૂરીના 500 રુપિયા લેવા બાબતે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું..જેમાં તેના અન્ય બે મિત્રોએ પણ તેની મદદ કરી હોવાનું ખુલતા પોલીસે કાર્યવાહી હાથ ધરતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા ટ્રાન્સપોર્ટ ઓફિસના સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરી.. જેમાં પોલીસને જાણવા મળ્યું કે હત્યાના આગલા દિવસે તેની સાથે જ કામ કરતા ક્રિષ્ના યાદવને મજૂરીના પાંચસો રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી. જેને લઇ પોલીસે ક્રિષ્ના યાદવને ઝડપી પાડી આકરી પૂછપરછ કરતા ક્રિષ્નાએ તેના અન્ય બે મિત્ર અમિત યાદવ અને સુનિલયાદવની મદદથી ૧૯ તારીખની રાત્રે સીતારામ યાદવ ગોડાઉનમાં સૂતો હતો. ત્યારે આ ત્રણેય આરોપીઓએ સૂતેલા સીતારામ યાદવ ને દોરી વડે ગળાને ટૂંપો દઈ મોત નિપજાવ્યું હોવાનુ જણાવ્યું..ત્યારે પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે