ભાઈએ લીધો ભાઈનો જીવ! પ્રેમિકાની જાળમાં ફસાવ્યો, ભિખારીના કપડાં પહેરાવ્યા, એસીડ છાંટી હત્યા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બાલેટા ગામની સીમમાં 26 દિવસ પહેલા 3 નવેમ્બરના રોજ એક અજાણ્યા ઇસમની લાશ મળી હતી. જેને લાશને લઈને પોલીસે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધી તેની ઓળખ વિધિ કરી હતી.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: વિજયનગરના બાલેટા ગામના પિતરાઈ ભાઈની ભાઈએ 15 વર્ષની અદાવતમાં અઢી મહિના પહેલા મારવાનો પ્લાન કરીને હત્યા કરવાનું નક્કી કર્યું હતું, ત્યારબાદ એક લાખમાં કોન્ટ્રાકટ આપી પોતાની પ્રેમિકાની જાળમાં ફસાવી ભાઈની કારમાં ભિખારીના કપડા પહેરાવીને ભાઈની ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં ભાઈની ઓળખ ના થાય તેના માટે એસીડ છાંટી હત્યા કરનાર મહિલા સહીત 4ને અમદાવાદથી ઝડપી લઈને LCBના ત્રણ PSI અને 25 પોલીસ કર્મીઓએ ત્રણ ટીમમાં તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
સાબરકાંઠા એલસીબીએ તપાસની દોર સંભાળી
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બાલેટા ગામની સીમમાં 26 દિવસ પહેલા 3 નવેમ્બરના રોજ એક અજાણ્યા ઇસમની લાશ મળી હતી. જેને લાશને લઈને પોલીસે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધી તેની ઓળખ વિધિ કરી હતી. ત્યારબાદ હત્યા કોણે કરી?? તે પ્રશ્નનો જવાબ મેળવવા સાબરકાંઠા એલસીબીએ તપાસની દોર સંભાળી હતી. તો LCB એ ફરિયાદ નોંધ્યાના 20 દિવસ સુધી માત્ર વિવિધ ટીમોએ વિજયનગરના બાલેટાથી અમદાવાદ મૃતક સુધીના રસ્તા પરના CCTV કેમેરા ચેક કર્યા હતા. જેમાં એક CCTV કેમેરા ફૂટેજમાં હિમતનગરના ગાયત્રી મંદિર રોડ પાસે GJ-01-KJ-6956 કાર જોવા મળી હતી.
ગામના કૌટુંબિક ભાઈઓ થતા હોવાનું બહાર આવ્યું
LCBના PSI ડી.સી.પરમાર અને સ્ટાફના દેવુસિંહ, કલ્પેશકુમાર, વિનોદકુમાર, પ્રહર્ષકુમારે ટાટા માંજા કાર GJ-01-KJ-6956 ના માલિકની તપાસ હાથ ધરી હતી. તપાસમાં માંજા કારના માલિકે જણાવેલ કે પાંચ મહિના પહેલા કાર રમેશ કલાલ નામના દલાલ મારફતે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા તાલુકાના જરીયાણા ગામના ભૈરૂલાલ વાલજીભાઈ ગાયરીને વેચાણ આપી હતી. જેને લઈને LCB હત્યાની કડી મેળવવા માટે રમેશ કલાલ અને ભૈરૂલાલ ગાયરીની પૂછ પરછ હાથ ધરતા ચોકાવનારી હકીકતો સામે આવી હતી કે 2 નવેમ્બર 2023ના રોજ રમેશ કલાલ તથા મૃતક દિનેશ કલાલ બંને એક જ ગામના કૌટુંબિક ભાઈઓ થતા હોવાનું બહાર આવ્યું હતું.
તો 15 વર્ષ પહેલા બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે જમીન તથા પારિવારિક બાબતે અંદરો અંદર ઝગડા ચાલતા હતા. જેની અદાવત રાખીને રમેશ કલાલે તેના પિતરાઈ ભાઈ દિનેશ કલાલની હત્યા કરવાનો પ્લાન અઢી મહિના અગાઉ બનાવ્યો હતો. જે પ્લાન મુજબ રમેશે ભેરુલાલ ગાયરી, વિનોદકુમાર ગાયરી તથા રમેશની પ્રેમિકા કમલાબેન યાદવની મદદ મેળવીને દિનેશ કલાલને પોતાની પ્રેમજાળમાં ફસાવી કમલા યાદવ મારફતે હિમતનગરમાં ગાયત્રી મંદિર રોડ પર દિનેશ કલાકને સાંજના સમયે બોલાવ્યો હતો.
ત્યારબાદ તેને ટાટા માંજા કાર GJ-01-KJ-6956માં બેસાડી હત્યા કરવા માટે અપહરણ કરીને રમેશ કલાલ, ભેરુલાલ ગાયરી તથા વિનોદકુમાર ગાયરીએ આ દિનેશ કલાલને કારમાં ભિખારીના કપડા પહેરાવીને હિમતનગર થી ગાંભોઈ, શામળાજી આશ્રમ, ભિલોડા, ચિઠોડા થઈને વિજયનગર તરફ જતા સમય દરમિયાન રસ્તામાં ચાલુ કારમાં દિનેશ કલાલનું રૂમાલ વડે ભેરુલાલ ગાયરી તથા વિનોદકુમાર ગાયરીએ ગળું દબાવીને હત્યા કરી નાખીને બાલેટા ગામની સીમમાં રોડની બાજુમાં દિનેશ કલાલની લાશને ફેંકીને તેનો મૃતદેહ ઓળખાય ના તે માટે તેની ઉપર અમદાવાદથી ખરીદેલ એસીડ તેના મોઢા પર નાખ્યું હતું. ત્યારબાદ આ જગ્યાએથી હત્યા કરનારા મુખ્ય આરોપી રમેશ કલાલ,ભેરુલાલ ગાયરી અને વિનોદકુમાર ગાયરી ટાટા માંજા GJ-01-KJ-6956 માં બેસીને રાત્રીના સમયે વિજયનગર,ઇડર,હિમતનગર થઈને અમદાવાદ જતા રહ્યા હતા.
પકડાયેલા આરોપી
1.રમેશ S/O ગૌતમ ધુલજી કલાલ ઉવ.34 હાલ રહે રીત્રુ રો હાઉસ,મ.નં.16,હીના વોરા સ્કુલની બાજુમાં,ઘોડાસર,અમદાવાદ,મૂળ રહે.ભબરાના,હનુમાન ચોક,તા.સલુંમ્બર,જી,ઉદેપુર(રાજસ્થાન)
2.ભેરુલાલ ઉર્ફે લાલો S/O વેલજીભાઈ ધનજીભાઈ ગાયરી(ભરવાડ) ઉવ.43,રહે જરીયાણા,માધ્યમિક સ્કુલ પાસે ,પોસ્ટ જરીયાણા,તા.સાબલા,જી.ડુંગરપુર થાના-સાબલા(રાજસ્થાન)
3.વિનોદકુમાર ઉર્ફે કાલુરામ S/O કેવજી દલીયા ગાયરી(ભરવાડ) ઉવ 30 હાલ રહે ન્યુ જનતા હોટલ,રેલવે સ્ટેશન સામે,કાલપુર,અમદાવાદ મૂળ રહે,કોટડા બડા,ગાયરી મહોલ્લા,પોસ્ટ-ઠીકરિયા તા.ગઢી,જી.બાંસવાડા,થાના લોહારીયા રાજસ્થાન
4.કમલાબેન W/O ઓગટુભાઈ કચરુંભાઈ યાદવ ઉવ.42 હાલ રહે.દોલતખાનાચાલી,રાયપુર,અમદાવાદ,મૂળ રહે.બડીપડાલ,પોસ્ટ ઘાટોલ,જી,બાંસવાડા,થાના ઘાટોલ તથા પાવર હાઉસ પાસે,બાંસવાડા રોડ,તા.ઘાટોલ,જી.બાંસવાડા,રાજસ્થાન
આરોપીઓનો ઈતિહાસ
1.રમેશ ગૌતમજી કલાલ સામે આજથી સાત વર્ષ અગાઉ વાહન લે વેચ બાબતે સલ્લારા પોલીસ સ્ટેશન ખાતે તેના વિરુદ્ધ ગુનો નોધાયો છે. 2.ભેરુલાલ વેલજીભાઈ ગાયરી જેને આજથી છ એક વર્ષ અગાઉ ગજરાજસિંહ રાજપુત રહે.ડુંગરપુર(રાજસ્થાન)ને ઈંગ્લીશ દારૂની હેરાફેરી બાબતે ચુંડાવાળા (રાજસ્થાન)ખાતે મારા મારી કરી ખૂન નીપજાવ્યું હતું જે બાબતે બિછીવાડા(રાજસ્થાન)પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધાયલ છે.અને ત્રણ વર્ષ જેલમાં રહેલ છે. 3.વિનોદકુમાર કેવાજી ગાયરી જેના સામે આજથી એક વર્ષ અગાઉ તેની બહેન ભાગી ગયેલ અને મારામારી કરેલ જે બાબતે લુહારીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે