શિયાળામાં આ વસ્તુના સેવનથી ઝડપથી વધશે યુરિક એસિડ, હાડકાંનો દુખાવો થઈ જશે બેકાબૂ, ભૂલમાં પણ ન ખાતા
જો તમે આ સિઝનમાં ભૂલથી પ્યુરિનયુક્ત ખોરાકનું સેવન કરો છો, તો યુરિક એસિડની સમસ્યા વધુ વધી શકે છે. તો ચાલો જાણીએ આ સિઝનમાં તમારે કઈ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ?
Trending Photos
Health Tips: શિયાળાની સિઝનમાં યુરિક એસિડના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તાપમાન ઘટડાને કારણે સંધિવા અને યુરિક એસિડના દર્દીઓ માટે ખુબ મુશ્કેલ સમય હોય છે. ખાસ કર જે લોકો આ સમસ્યાથી પીડિત છે તેણે સાવચેતી રાખવી જોઈએ. ઉચ્ચ યુરિક એસિડ ધરાવતા મોટાભાગના દર્દીઓમાં શિયાળાની ઋતુમાં પીડા અને જડતા જેવા લક્ષણો વધી જાય છે. આવી સ્થિતિમાં તમારો આહાર યોગ્ય હોવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે આ સિઝનમાં આકસ્મિક રીતે પ્યુરિન યુક્ત ખોરાકનું સેવન કરો છો, તો તમારા માટે સમસ્યા વધુ વધી શકે છે. તો ચાલો જાણીએ આ સિઝનમાં તમારે કઈ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ?
યુરિક એસિડ ઘટાડવા કયા ખાદ્ય પદાર્થોથી બચવું જોઈએ
આ શાકભાજીના સેવનથી બચો
યુરિક એસિડના દર્દીઓએ ફ્લાવર, કોબી, મશરૂમ જેવા શાક ન ખાવા જોઈએ. તેમાં પ્યુરીનની માત્રા વધુ હોવાથી સમસ્યા વધે છે. લીલા વટાણામાં પણ પ્યુરીનની માત્રા ભરપૂર હોય છે, જે યુરિક એસિડના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનાથી દુખાવો અને સોજાની સમસ્યા વધી શકે છે. તેથી યુરિક એસિડના દર્દીઓએ તેના સેવનથી બચવું જોઈએ. આયરનથી ભરપૂર પાલક સ્વાસ્થ્ય મટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ યુરિક એસિડના દર્દીઓએ તેનું સેવન ન કરવું જોઈએ.
સોફ્ટ ડ્રિંક્સ
મીઠા પીણા જેવા પદાર્થોના માધ્યમથી ફ્રુક્ટોઝનું વધુ સેવન, વિશેષ રૂપથી ઉચ્ચ ફ્રુક્ટોઝ કોર્ન સિરપની સાથે, સાંધાના દુખાવા માટે એક જોખમ કારક માનવામાં આવે છે. તેથી આવા પીણાઓથી દૂર રહો. મોટા ભાગના ફળોમાં પણ પર્યાપ્ત માત્રામાં ફ્રુક્ટોઝ હોય છે, પરંતુ તમે તેનું સીમિત માત્રામાં સેવન કરી શકો છો.
આલ્કોહોલ
દારૂ પ્યુરીનનો એક ક્લાસિક સ્ત્રોત છે અને તમે વધુ દારૂનું સેવન કરો છો તો યુરિક એસિડ વધવાનું નક્કી છે સાથે તેના લક્ષણ પણ વધશે. એટલે બંને તો દારૂથી દૂર રહો.
માંસ અને સી ફૂડ્સ
મોટાભાગના લાલ માંસ, સારડીન, એન્કોવીઝ, મેકરેલ જેવા સીફૂડમાં પ્યુરિન વધુ હોય છે, તેથી તેને અઠવાડિયામાં એકવાર મર્યાદિત કરવું શ્રેષ્ઠ છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે