ગુજરાતના આ યુવા કલેક્ટરનો અનોખો પ્રયાસ, બાઇક લઇને પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારમાં
પંચમહાલ જિલ્લાના કલેક્ટર ઉદિત અગ્રાવાલે દ્વારા જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું નિરિક્ષણ કરતા એક અનોખી પહેલ કરવામાં આવી હતી.
Trending Photos
ગોધરા: પંચમહાલ જિલ્લાના કલેક્ટર ઉદિત અગ્રાવાલે દ્વારા જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું નિરિક્ષણ કરતા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. કારણ કે, ગોધરાના કલેક્ટર પોતાના સાથી મિત્રો સાથે તેમના વિસ્તારના લોકોને પડી રહેલી સમસ્યાઓનું જાત નિરિક્ષણ કરવા પહોચ્યા હતા. જિલ્લાના કલેક્ટર બાઇક લઇને જાતે જ બાઇક ચાલાવીને જાત પરિક્ષણ કરી રહ્યા હતા. પ્રાંત અધિકારી, મામલતદાર, પાલિકા ચીફ ઓફિસરો પણ જોડાયા.
કલેક્ટર દ્વારા અનોખો પ્રયાસ
ઉદિત અગ્રાવાલ જિલ્લામાં કલેક્ટર તરીકે નિયુક્ત થયા ત્યારથી જ તેમના કામને લઇને અનેકવાર ચર્ચામાં આવ્યા છે. આ ક્લેક્ટર યુવા અને કામ કરવા માટે ઉત્સાહી છે. તેમણે બાઇક લઇને ગોધરાના સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ થી શરૂ કરી સિમલા,રામેશ્વર સોસાયટી,વાડિયા વાસ,તીરઘર વાસ,હરિજન વાસ જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિસ્તારોમા જનતાને પડી રહેલી અસુવિધાઓ જેવી કે, સ્વાચ્છતા, પીવાના પાણી, આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા અગેની માહિતી મેળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે