આ રીતે રીલ બનાવવી પડી શકે છે ભારે! જવું પડી શકે છે જેલ, સુરતની જબરદસ્ત ઘટના

હાલમાં યુવાનોમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે. આ રિલ્સ બનાવવા માટે યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે સુરતના ભેસુ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ નો એક વિડીયો વાયરલ થયો હતો.

આ રીતે રીલ બનાવવી પડી શકે છે ભારે! જવું પડી શકે છે જેલ, સુરતની જબરદસ્ત ઘટના

ઝી બ્યુરો/સુરત: વેસુ વિસ્તારમાં એક બાઈક પર છ જેટલા યુવાનો સવાર થઈને જઈ રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ છ યુવાનો જોખમી રીતે દોડતી બાઈકમાં રીલ્સ પણ બનાવી રહ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આ વીડિયોમાં નજરે આવી રહેલા બે યુવાનોની બાઈક સાથે પકડી પાડવામાં આવ્યા છે. ચારે ચાર જેટલા સગીર હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ દ્વારા કાન પકડીને માફી મંગાવવામાં આવી હતી. આ સાથે જ તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

હાલમાં યુવાનોમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે. આ રિલ્સ બનાવવા માટે યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે સુરતના ભેસુ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ નો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક બાઈક પર 6 લોકો સવાર થઇ રીલ બનાવતા નજરે પડ્યા હતા. આ છ લોકો દ્વારા દોડતી બાઈક પર જોખમી રીતે રિલ્સ પણ બનાવવામાં આવી રહી હતી. બે દિવસ પહેલા નો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

એક બાઈકમાં છ લોકો બેસીને ચલાવી રહ્યા હોવાનો વિડીયો પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા બાઈક ના નંબર આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આ બાઈક સાથે બે યુવાનોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ બાઈક પર બેસેલા અન્ય ચાર સગીર હોવાનું સામે આવ્યું હતું. અલથાણ પોલીસ દ્વારા આ બે યુવાનોને કાન પકડીને માફી મંગાવી હતી. આ સાથે જ તેમના વિરુદ્ધ B.N.S કલમ 281 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news