Holi અને ધુળેટીના તહેવાર પર ઇમર્જન્સી સેવા માટે એક્શન પ્લાન તૈયાર
હોળીના દિવસે 10 ટકા જેટલો વધારો થાય છે કોલની સંખ્યા અંદાજે 3000 કરતા વધુ જઈ પહોંચે છે જ્યારે ધુળેટી (Dhuleti) ના દિવસે સામાન્ય દિવસની તુલનાએ કોલમાં 43 ટકા જેટલો વધારો થાય છે અને કોલ્સ 4000 ની આસપાસ નોંધાતા હોય છે.
Trending Photos
અતુલ તિવારી, અમદવાદ: હોળી (Holi) અને ધુળેટી (Dhuleti) નો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બને છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. રાજ્યમાં મોટા શહેરો માટે આ એક્શન પ્લાન (Action Plan) ને અમલમાં મુક્યો છે.
ગુજરાતમાં હોળીનો તહેવાર ઉજવાય છે ત્યારે કોઈ મોટી ઘટના કે ઇમર્જન્સી (Emergency) ના આવી પડે તે માટે 108 દ્વારા આગોતરું આયોજન કરાયું છે. રાજ્યભર (Gujarat) માં 600 જેટલી 108 એમ્બ્યુલન્સ (Ambulance) તૈનાત રહેશે. આ સમય દરમ્યાન ખાનગી હોસ્પિટલમાં પણ રજા હોય છે જેથી વધારે સ્થળોએ 108 ઉપલબ્ધ કરાવીએ છીએ. ખાસ કરીને રાજ્યના ટ્રાઇબલ વિસ્તારોમાંથી હોળી (Holi) અને ધુળેટી (Dhuleti) ના દિવસ દરમ્યાન વધારે કોલ આવતા હોય છે. તેના માટે અમે અત્યારથી તૈયારી કરી છે.
સામાન્ય દિવસોમાં 108 સેવા માટે અંદાજે 2700 જેટલા કોલ્સ આવતા હોય છે જેમાં હોળીના દિવસે 10 ટકા જેટલો વધારો થાય છે કોલની સંખ્યા અંદાજે 3000 કરતા વધુ જઈ પહોંચે છે જ્યારે ધુળેટી (Dhuleti) ના દિવસે સામાન્ય દિવસની તુલનાએ કોલમાં 43 ટકા જેટલો વધારો થાય છે અને કોલ્સ 4000 ની આસપાસ નોંધાતા હોય છે. પડવાથી વાગવાના કેસો હોળી અને ધુળેટીના દિવસે વધારે આવતા હોય છે. આણંદ, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, મહીસાગર, સુરત, વલસાડ, દાહોદ, સાબરકાંઠા, ખેડા, મહિસાગરમાંથી વધુ કેસો આવતા હોય છે.
જો કે વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને આ વખતે 108 ઇમરજન્સી સેવાની જરૂરિયાત અગાઉ જેટલી ઉભી નહીં થાય એવી અપેક્ષા રખાઈ રહી છે કેમકે સરકારે કોરોનાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રંગ અથવા પાણીથી હોળી અથવા ધુળેટી રમવાની પરવાનગી આપી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે