Ahmedabad: ઇશ્યોરન્સ પાકતી સમયે પૈસા ચૂકવવામાં લેટ પડતી કંપનીઓ માટે ઉદાહરણ બેસતો ચુકાદો
ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ કચેરીમાં અરજી કર્તા કચેરીએ ગ્રાહક તરફી ચુકાદો આપ્યો છે. કોર્ટે ગ્રાહકને 10 લાખ રૂપિયા 4 વર્ષના 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા પોસ્ટલ ઇશ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ઇશ્યોરન્સ પાકતી સમયે પૈસા ચુકવવામાં લેટ પડતી કંપનીઓ માટે ઉદાહરણ બેસતો ચુકાદો આજે અમદાવાદની ગ્રાહક તકરાર નિવારણ કચેરીએ આપ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના એક દંપતીએ ઇન્ડિયન પોસ્ટલ ઇશ્યોરન્સ પાસેથી રૂપિયા 10 લાખની પોલિસી ઉતરાવી હતી. આ દરમિયાન ગ્રાહકે નક્કી કરેલા સમયે 9 મહિનાનું પ્રીમિયમ ભરવાનું ચુકી ગઈ હતી. ત્યારબાદ તેની પાસે વ્યવસ્થા થતાં એક સાથે લેટ ફી અને પ્રીમિયમની રકમ ભરી દીધી હતી.
છતાં કમ્પનીએ અગાઉ મહિનાનું પ્રીમિયમ ન ભરવાનું કારણ આપી પોલિસીની રકમ ન આપવા જણાવ્યું હતું. એવામાં ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ કચેરીમાં અરજી કર્તા કચેરીએ ગ્રાહક તરફી ચુકાદો આપ્યો છે. કોર્ટે ગ્રાહકને 10 લાખ રૂપિયા 4 વર્ષના 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા પોસ્ટલ ઇનયુરન્સ કંપનીને આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે