AHMEDABAD: ગરીબોનું લોહી ચુસનારા આરોપીઓની ધરપકડ, આ પ્રકારનો કાળો કારોબાર
Trending Photos
મૌલિક ધામેચા / અમદાવાદ : કોરોનાના કપરા સમયમાં સાયબર ગઠીયાઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઓકસીજન હોય કે પછી ઇન્જેક્શન કોરોનાની સારવારની સામગ્રી સસ્તા ભાવે આપવાની ઓનલાઈન જાહેરાત આપીને છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે વેપારીઓએ કઈ કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ તે જોઈએ.
કોરોનાના આ કપરા સમયને કેટલાક લોકોએ કમાણીની ઉત્તમ તક ગણી લીધી છે. તાજેતરમાં જ સાયબર ક્રાઈમમાં સસ્તા ભાવે ઓક્સિજન concentrator આપવાની ઓનલાઈન જાહેરાત આપીને કરોડોની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જો કે આ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ આખી બનાવટી કંપની બનાવી હતી. કંપનીનું કોઈ જ રજીસ્ટ્રેશન ના હોવા છતાં આરોપીઓએ બનાવટી કંપની ઊભી કરીને કરોડોની છેતરપિંડી કરી.
આવા સંજોગોમાં વેપારીઓએ પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ આ પ્રકારે છેતરપિંડી કરવા માટે મોટાભાગે ઓનલાઇન પ્લેટ ફોર્મનો ઉપયોગ કરતા હોય છે. અને સોશ્યલ મીડિયામાં જાહેરાત કરતા હોય છે. જ્યારે યુ ટ્યુબ પરના કેટલાક વિડીયોનો પણ ઉપયોગ ક્યારેક કરતા હોય છે. સાયબર ક્રાઇમ દ્વારા પણ આવી ફેક વેબસાઈટ અને જાહેરાતો પર નજર રાખવામાં આવે છે. આવી અનેક વેબ સાઈટ તેમજ જાહેરાતો બંધ પણ કરાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે