અમદાવાદ: દિવાળી બાદ તબક્કાવાર શરૂ થશે શૈક્ષણિક કાર્ય, SOP બનાવવાની કામગીરી શરૂ
Trending Photos
અમદાવાદ : કોરોનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતા વધારે સમયથી રાજ્યનું તમામ શિક્ષણ લગભગ બંધ થઇ ચુક્યું છે. જો કે ગુજરાત સરકાર હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ લાગી ગઇ છે. જેના કારણે શિક્ષણ વિભાગે દિવાળી બાદ કોલેજો અને ધોરણ 9થી 12 શરૂ કરવા અંગેની ચર્ચા કરવા માટે તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોવિડ 19 માટેની નવી ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવશે. જેને જોતા દિવાળી બાદ તુરંત જ કોલેજો શરૂ થાય તેવી શક્યતાઓ છે. કોલેજો બાદ તબક્કાવાર શાળાઓના વિવિધ વિભાગો પણ શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમીક, ત્યાર બાદ માધ્યમીક અને ત્યાર બાદ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે.
આ અંગે સરકાર દ્વારા શાળા સંચાલકો, શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શાળાઓ ડિસેમ્બર બાદ શરૂ થઇ શકે છે. આ અંગે રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં શાળા અને કોલેજોનું શિક્ષણકાર્ય ફરી પૂર્વવત કરવા માટે SOP અંગે કામગીરી ચાલી રહી છે. આ અંગે CM ની અધ્યક્ષતામાં મભેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા SOP બનાવવા માટે આદેશ આપી દેવાયા છે. SOP બન્યા બાદ વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો અને વિવિધ શાળાઓ અને સંચાલકો સાથે ચર્ચા કરવામાં આવશે. વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય કરાશે.
શિક્ષણ મંત્રીએ આ અંગે વધારેમાં જણાવ્યું કે, સૌપ્રથમ કોલેજો અંગે વિચારણા ચાલી રહી છે. ત્યાર બાદ ઉચ્ચતર માધ્યમીક, માધ્યમીક અને ત્યાર બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. જો કે તે માટે પણ તાત્કાલિક SOP બનાવવા માટે પણ સુચનાઓ આપી દેવામાં આવી છે. SOP તૈયાર થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ કરવું તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે