અમદાવાદમાં રહેવું હોય તો તમારે જીવના જોખમે નીકળવું પડશે બહાર; જુઓ હૃદય કંપાવી નાંખે તેવા CCTV
Ahmedabad Rains: અમદાવાદમાં રહેવું હોય તો તંત્રના પાપે પડતા ભૂવાના કારણે તમારે જીવના જોખમ સાથે બહાર નીકળવું પડશે. કેમ કે, ગમે ત્યારે ગમે ત્યાં ભૂવા પડી જાય છે અને વરસાદના કારણે ક્યાં ભૂવો પડ્યો છે તેની ખબર નથી પડતી.
Trending Photos
Ahmedabad Rains: અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં દરેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં અંદાજિત જિલ્લા 24 કલાકમાં 2 ઇંચ વધારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાણીપમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે અમદાવાદના જમાલપુર કાંચની મસ્જિદ નજીક પડેલા ભુવામાં એક વ્યક્તિ ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આમ તો આ ઘટના 7 જુલાઈના રોજ સવારની ઘટનાના cctv ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ભારે વરસાદ સમયે પાણી ભરાતા તે વ્યક્તિને જમીનનો અંદાજ ન આવ્યો અને ધડાક લઈને ખાડામાં ખાબક્યો હતો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેવું હોય તો તંત્રના પાપે પડતા ભૂવાના કારણે તમારે જીવના જોખમ સાથે બહાર નીકળવું પડશે. કેમ કે, ગમે ત્યારે ગમે ત્યાં ભૂવા પડી જાય છે અને વરસાદના કારણે ક્યાં ભૂવો પડ્યો છે તેની ખબર નથી પડતી. જેના કારણે કેવી સ્થિતિ સર્જાય છે તેનું તાજું ઉદાહરણ અમદાવાદના જમાલપુરમાંથી સામે આવ્યું છે. જમાલપુરની કાંચની મસ્જિદ પાસે ભૂવો પડ્યો હતો ત્યાં વરસાદી પાણી ભરાતાં એક વ્યક્તિ ભૂવામાં ખાબક્યો અને સીધો જ તે પાણીમાં ઉતરી ગયો. 7 જુલાઈનો આ બનાવ છે. આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં વરસાદ હતો. જેમાં રાણીક ખાતે 3 ઇંચ, ચાંદખેડા 2 ઇંચ, ઉસ્માનપુરા 1 ઇંચ અને ટાગોરહોલ ખાતે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પૂર્વ ઝોનની વાત કરવામાં આવે તો ઓઢવ ખાતે 1 ઇંચ, વિરાટનગર 1 ઇંચ, રામોલ 2 ઇંચ અને કઠવાડા ખાતે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે