અમદાવાદીઓને મળશે વધુ 2 અંડરપાસની ભેટ; આ વિસ્તારમાં રહેતા હોવ તો ફટાફટ પ્રોપર્ટી ખરીદી લેજો, નહીં તો...
શહેરીજનોને ટૂંક સમયમાં નવા 2 અંડરપાસ મળશે. મકરબા અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છો. જ્યારે કે, પાલડી અંડરપાસનું કામ આખરી તબક્કામાં ચાલી રહ્યું છે. આગામી 1-2 મહિનામાં બંને અંડરપાસના લોકાર્પણ થાય એવી શક્યતા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યા દિવસેને દિવસે જટીલ બનતી જઈ રહી છે. જેને પહોંચી વળવા માટે શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસના ભાગરૂપે શહેરમાં અંડર બ્રિજ (Under bridge)અને ઓવર બ્રિજ (Over bridge)બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદને બે અંડરપાસની ભેટ મળવાની છે.
અમદાવાદમાં નવા 2 અંડરપાસ મળશે
અમદાવાદીઓને આગામી દિવસોમાં બે અંડરપાસની ભેટ મળશે. પાલડી જલારામ મંદિર પાસેના અંડરપાસનું કામ અંતિમ તબક્કામાં છે, જ્યારે મકરબા અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે. આગામી એકથી બે મહિનામાં અંડરપાસના લોકાર્પણની શક્યતા દેખાઈ રહી છે. ફાટક મુક્ત અમદાવાદ અભિયાન અંતર્ગત અંડરપાસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અંડરપાસ શરૂ થતાં શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
મહત્વનું છે કે પાલડી અંડરપાસનું કામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવેના સહયોગથી શરૂ કરાયું હતું...આ એક અંડરપાસ એવો છે જેના પર મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
મકરબા અંડરપાસ બનીને તૈયાર
મકરબા અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છો. જ્યારે કે, પાલડી અંડરપાસનું કામ આખરી તબક્કામાં ચાલી રહ્યું છે. આગામી 1-2 મહિનામાં બંને અંડરપાસના લોકાર્પણ થાય એવી શક્યતા છે. ફાટક મુક્ત અમદાવાદ અંતર્ગત બંને અંડરપાસથી વાહનચાલકોને સીધો ફાયદો થશે. મકરબા અંડરપાસ બનતા સરખેજ, મકરબા અને એસજી હાઇવે તરફના લોકોને રાહત મળશે. તો પાલડી જલારામ મંદિર અંડરપાસ બનતા જમાલપુરથી સીધા પાલડી, સીજી રોડ જઈ શકાશે. 4 વર્ષના અંતે જલારામ મંદિર અંડરપાસ બનીને પૂર્ણ થયો છે. amc, રેલવે અને મેટ્રોના સંયુક્ત ઉપક્રમે આ અંડરપાસ બનાવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે