જામનગર: વાયુસેનાએ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો આપ્યો અનોખો સંદેશ
જામનગરમાં એરફોર્સ સ્ટેશન અને આરટીઓ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળે 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: એરફોર્સના જવાનો વિવિધ નવ જેટલા વાહનોમાં વાત સલામતીના બેનરો લગાવી લોકોને જાગૃત થવા રેલીનું આયોજન કરાયું તો જામનગર આરટીઓ વિભાગ દ્વારા પણ માર્ગ સલામતી સપ્તાહને લઈને લોકોમાં અવેરનેસ આવે તે માટે કરાયું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો.
જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વાયુ સેનાના એર કમાન્ડિંગ ઓફિસર વી. એમ. રેડ્ડીએ એરફોર્સ સ્ટેશનથી માર્ગ સલામતિ સપ્તાહ અંગે લોકોને અવેર થવા આહવાન કરી હતી. એક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં એરફોર્સ સ્ટેશનના જુદા-જુદા 9 વાહનો દ્વારા વિવિધ બેનરો લગાવી એરફોર્સ આસપાસના વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફર્યા હતા.
વડોદરા: બીચ્છુ ગેંગનો આતંક, જાહેરમાં મહિલા પર તલવારથી હુમલો
એરફોર્સથી આ રેલીને ફ્લેગ ઓફ કરતા સમયે ખાસ આતશબાજી પણ કરાઈ હતી. આ પ્રસંગે ખાસ એર કમાન્ડિંગ ઓફિસર જણાવ્યું હતું કે, જામનગર એરફોર્સમાં છેલ્લા બે વર્ષમાં એક પણ અકસ્માત નથી થયો અને ખાસ સ્પીડ લિમિટની પણ અનુસરવામાં આવે છે. ત્યારે લોકોએ પણ આ માર્ગ સલામતી સપ્તાહથી અકસ્માત અટકાવવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા આગ્રહ કર્યો હતો.
જ્યારે જામનગર આરટીઓ વિભાગ દ્વારા પણ 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પોલીસ dysp અને આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકોમાં માર્ગ સલામતીને લઈને અવેરનેસ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને સમગ્ર સપ્તાહ દરમિયાન આરટીઓ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
વગર વ્યાજની લોન આપવાનો ફોન આવ્યો, અને વેપારીને 10લાખ લૂંટાયા
આ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપરાંત શહેરીજનો અને શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહને લઈને સુંદર નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ટેબ્લો મારફતે પણ માર્ગ સલામતી સપ્તાહનો સંદેશો આપવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે