સરકારી ગાડીની જેમ જેટનો ઉપયોગ ગુજરાતના આ અધિકારીને ભારે પડ્યો, સરકારે સબક શિખવ્યો

આરોપ લાગ્યો છે કે તેઓ સરકારી જેટમાં પરિવારને બહાર ફરવા લઈ જતા હતા. જેના કારણે રાજ્ય સરકારને સમગ્ર રિપોર્ટ મળતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમના બદલે IAS નીતિન સાંગવાનને ચાર્જ સોંપાવામાં આવ્યો છે.

સરકારી ગાડીની જેમ જેટનો ઉપયોગ ગુજરાતના આ અધિકારીને ભારે પડ્યો, સરકારે સબક શિખવ્યો

ઝી બ્યુરો/ગાંધીનગર: એવિએશન સ્તરે કેપ્ટન અજય ચૌહાણનું મોટું નામ છે અને તેઓ અનેકવાર રાજ્ય સરકારને મોટી સિદ્ધિઓ અપાવી ચૂક્યા છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે ગુજસેલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા કેપ્ટન અજય ચૌહાણ ચર્ચામાં આવ્યા છે અને તેમની પાસેથી ચાર્જ છીનવાયો છે.

આરોપ લાગ્યો છે કે તેઓ સરકારી જેટમાં પરિવારને બહાર ફરવા લઈ જતા હતા. જેના કારણે રાજ્ય સરકારને સમગ્ર રિપોર્ટ મળતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમના બદલે IAS નીતિન સાંગવાનને ચાર્જ સોંપાવામાં આવ્યો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે ગુજસેલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા કેપ્ટન અજય ચૌહાણને પોતાના અંગત સ્વાર્થ ખાતર સરકારી વાહનનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. તેમની આ કરતૂત રાજ્ય સરકારને ખબર પડતા માહિતીને આધારે તપાસ કરતાં ફરિયાદમાં તથ્ય જણાયું હતું.  તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે કેપ્ટન અજય ચૌહાણ પરિવારજનોને બહાર ફરવા લઈ જવા માટે સી એમ, રાજ્યપાલ માટે વપરાતા સરકારી જેટનો ઉપયોગ કરતા હતા.

આ રિપોર્ટ બાદ મુખ્યમંત્રીએ તાત્કાલિક ધોરણે કેપ્ટન અજય ચૌહાણ પાસેથી ચાર્જ છીનવી લેવાના આદેશ છોડ્યા છે અને ગુજસેલના ડાયરેક્ટર તરીકે નવા આઈએએસ નીતિન સાંગવાનને જવાબદારી સોંપવામાં આવી છે. આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોમાંથી મળી રહી છે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news