અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ : ચિંતા ન કરતા, કમોસમી વરસાદ આ પાકોને ફાયદો કરાવશે

Ambalal Patel Monsoon Prediction : ભરશિયાળે આવેલા વરસાદે જગતના તાતનો બગાડ્યો પાક... ભારે વરસાદ થતાં વેરાવળ APMCમાં ખેડૂતોના પાક પલળ્યો... ખેતરોમાં પાણી ભરાતા જીરું અને ચણાના પાકને ભારે નુકસાન.... 

અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ : ચિંતા ન કરતા, કમોસમી વરસાદ આ પાકોને ફાયદો કરાવશે

Gujarat Weather Forecast : ભરશિયાળે ગુજરાતમાં વરસાદ માહોલ જામ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, વહેલી સવારે 2 કલાકમાં 20 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના તાલાલા અને વેરાવળમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉના અને સુત્રાપાડામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો, તો કેશોદ અને ખાંભામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે. પરંતું આ વચ્ચે મોટું ટેન્શન ખેડૂતોને છે. કમોસમી માવઠાથી ખેતરૉ પાણીથી ભરાયા છે. શિયાળુ વાવેતરંમા આ કમોસમી વરસાદથી ફાયદો થશે. પરંતું કઠોળ, ધાણા, ચણા જેવા પાકોમાં નુકસાનની ભીતિ છે. ખેતરોમાં પાણી ભરાતા જીરું અને ચણાના પાકને ભારે નુકસાન થઈ શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી
આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવુ કહે છે કે, રાજ્યમાં ઠંડી અને તાપની સાથે હવે વરસાદનો પણ અનુભવ થશે. ગુજરાતમાં તારીખ 26 થી 28ના રોજ માવઠું થશે,  આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા છે. નક્ષત્રોની ભારે અસરો ગુજરાત પર જોવા મળશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

શિયાળામાં અષાઢી માહોલ 
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, સુરતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી છે. પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કોઇક કોઇક ભાગે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો જેમકે મહેસાણા, પાલનપુરના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે.

આ પાક માટે કમોસમી વરસાદ સારો ગણાશે  
અંબાલાલ પટેલે ખેતી માટે જણાવ્યું હતું કે, તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 27 બાદ મજબૂત વિક્ષેપો આવશે જેનાથી દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા કરશે. એટલે ધીરે ધીરે શિયાળુ પાકને સાનુકૂળ હવામાન થતુ રહેશે. આ સાથે ઘંઉ, રાયડા અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અહીં કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ 
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો હતો. અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો.. ગાજવીજ સાથે હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે  રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે .સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.  ત્યારે દક્ષિણ ગુજરાત પણ બાકાત નથી. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે .ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ વાપી સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમા માં પણ ગાજ વીજ સાથે   છૂટો છવાયો વરસાદ વરસતા  શિયાળામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જો કે કમોસમી વરસાદથી જિલ્લાના ડાંગર સહિતના પાકને નુકસાની ની ભીતિ  થી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

 

ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાવાળા સાચવજો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news