અમિત શાહે વિદ્યાર્થીઓને કીધું, 'ભલે તમે કોઈ પણ ભાષામાં અભ્યાસ કરો, પરંતુ ઘરમાં માતૃભાષાને જીવિત રાખજો'

NFSU ના આ પ્રથમ દીક્ષાંત સમારોહમાં વર્ષ 2019-21 અને 2020-22 ના ટોપર્સને ગૃહ મંત્રીએ ગોલ્ડ મેડલ એનાયત કર્યા. કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,10 વિદ્યાર્થીઓને Phd ડિગ્રી અને એક વિદ્યાર્થીને DSC, 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી એનાયત કરવામાં આવી.

અમિત શાહે વિદ્યાર્થીઓને કીધું, 'ભલે તમે કોઈ પણ ભાષામાં અભ્યાસ કરો, પરંતુ ઘરમાં માતૃભાષાને જીવિત રાખજો'

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સીટી(NFSU ) ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર, રાજેન્દ્ર ત્રિવેદી, કાયદા અને ન્યાય મંત્રી; જીતુભાઈ વાઘાણી, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને શહર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી, વિન્સેન્ટ સેમ્પિજ્જા, માનનીય સંરક્ષણ મંત્રી અને વેટરન અફેર્સ, યુગાન્ડા અને અજય કુમાર ભલ્લા, કેન્દ્રીય ગૃહ સચિવ ઉપસ્થિત રહ્યા. 

NFSU ના આ પ્રથમ દીક્ષાંત સમારોહમાં વર્ષ 2019-21 અને 2020-22 ના ટોપર્સને ગૃહ મંત્રીએ ગોલ્ડ મેડલ એનાયત કર્યા. કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,10 વિદ્યાર્થીઓને Phd ડિગ્રી અને એક વિદ્યાર્થીને DSC, 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી એનાયત કરવામાં આવી. કોન્વોકેશનમાં વિદેશી પ્રતિનિધિ પણ ભાગ લીધો હતો.

— Amit Shah (@AmitShah) August 28, 2022

આ સાથે ગૃહમંત્રીએ અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી નૂતન જગ્યાનું ભૂમિપૂજન અને NFSU કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનું પણ ઉદ્ઘાટન પણ કર્યું.

આ દરમિયાન તેમણે કેટલીક મહત્વની વાતો વિદ્યાર્થીઓ સાથે કરી. અમિત શાહે જણાવ્યું હતું કે, આપ સૌના જીવનનો આ મહત્વપૂર્ણ દિવસ છે કારણકે આપ પ્રથમ ફોરેન્સિક યુનિવર્સીટીથી પાસ આઉટ વિદ્યાર્થીઓ છો. જે ઉદેશ્ય સાથે આ યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવી છે તે ઉદેશ્યોને પુરા કરશે. આ સમય એટલે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તમે આઝાદીના 75 માં વર્ષે તમારી ડિગ્રી મેળવી રહ્યા છો. આજે હું અહીં આવ્યો છું ત્યારે મારી પાસેથી ડિપાર્ટમેન્ટનું લોકાર્પણ કરાવી લેવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટના લોકોને ખબર છે કે જો કોઈ એક વાર હાથમાં લાગી જાય તો કઈ કઈ રીતે તેને નિચોડી લેવો.

— Amit Shah (@AmitShah) August 28, 2022

તેમણે એક મહત્વ પૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે IPC, CRPC એક્ટમાં અમે સુધારો કરવા જઈ રહ્યા છીએ. અમે તેમાં સુધારો કરવા જઈ રહ્યા છીએ કે જેમની સજા 6 વર્ષથી વધુ હોય તેમાં ફોરેન્સિક સાઇન્સના એવિડેન્સ ફરજીયાત રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, નેશનલ ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સીટીનું બિલ અમે પાસ કર્યું હતું અને આજે તેનું મૂર્ત સ્વરૂપ જોઈ મારાથી વધુ ખુશ કોઈ ન હોઈ શકે. મારી માટે આનંદની વાત છે કે 70 થી વધુ દેશોએ આ યુનિવર્સીટી સાથે MoU કર્યા છે. દેશભરના 28000 થી વધુ ક્રિમિનલ સેક્ટર સાથે જોડાયેલા ઓફિસર્સને ટ્રેનિંગ અહીંથી અપાઈ ચુકી છે.

— Amit Shah (@AmitShah) August 28, 2022

અમિત શાહનું વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે ભલે તમે કોઈ પણ ભાષામાં અભ્યાસ કર્યો હોય. પણ ઘરમાં તમારી માતૃભાષાને જીવિત રાખજો, હવે તો ઉચ્ચ શિક્ષણને પણ અમે માતૃભાષા તરફ લઇ જઈ રહ્યા છીએ. પ્રત્યેક જિલ્લાઓમાં અમે મોબાઈલ ફોરેન્સિક તપાસ થઇ શકે તેમાટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news