કોડીનારમાં અમિત શાહ બોલ્યા, ‘દેશના ખૂણે ખૂણે બસ એક જ અવાજ સંભળાય છે, મોદી..મોદી..મોદી..’

ગીર-સોમનાથના કોડીનારમાં અમિત શાહે આજે ઝંઝાવાતી સભા યોજી હતી. કોડીનારમાં સભા યોજીને તેમણે સૌરાષ્ટ્ર પંથકમાં ભાજપનો પ્રચાર કર્યો હતો. તેમની આ સભામાં જંગી મેદની ઉમટી હતી. તેમને સંબોધનની શરૂઆતમાં યુવાનોને જીગરના ટુકડા કહીને સંબોધ્યા હતા. તો કહ્યું કે, સોમનાથ મહાદેવના આર્શીવાદ હંમેશા મારી સાથે રહ્યા છે. 

કોડીનારમાં અમિત શાહ બોલ્યા, ‘દેશના ખૂણે ખૂણે બસ એક જ અવાજ સંભળાય છે, મોદી..મોદી..મોદી..’

કોડીનાર :ગીર-સોમનાથના કોડીનારમાં અમિત શાહે આજે ઝંઝાવાતી સભા યોજી હતી. કોડીનારમાં સભા યોજીને તેમણે સૌરાષ્ટ્ર પંથકમાં ભાજપનો પ્રચાર કર્યો હતો. તેમની આ સભામાં જંગી મેદની ઉમટી હતી. તેમને સંબોધનની શરૂઆતમાં યુવાનોને જીગરના ટુકડા કહીને સંબોધ્યા હતા. તો કહ્યું કે, સોમનાથ મહાદેવના આર્શીવાદ હંમેશા મારી સાથે રહ્યા છે. 

મોરબી : દીકરી જન્મતા પિતાની ખુશીનો પાર ન રહ્યો, નોટોના ઢગલા પર સૂવડાવી

તેમણે સરદાર પટેલને યાદ કરીને કહ્યું કે, દેશ ભરમાં પ્રવાસ ખેડી જુનાગઢમાં પ્રચારમાં આવ્યો છું. દેશભરમાં લોકો તૈયાર છે મોદીને વડાપ્રધાન બનાવાવા માટે, તો ગુજરાત કેમ બાકી રહે. ગુજરાતની ૨૬ સીટ માટે પ્રથમ જુનાગઢની સીટ જીતાડવાની છે. ગીરનું ક્ષેત્ર, ગીરનાં સાવજ અને સાવજ જેવા લોકો માટે આજે હું અહી આવ્યો છું. દેશના ખૂણે ખૂણે બસ એક જ અવાજ સંભળાય છે, મોદી..મોદી..મોદી..

તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં દરિયાકાંઠાના વિસ્તારને અવગણના કરાઈ હતી. ઓબીસી જાતિઓ પોતાના સંવિધાનિક અધિકાર માટે લડતી હતી. અમારી સરકારે ઓબીસી આયોગને સંવિધાનિક માન્યતા આપવાનું કામ કર્યું. 10 ટકા ગરીબ સવર્ણો ને અનામત આપવાનું કામ મોદી સરકારે કર્યું છે. કોંગ્રેસ ઓબીસીને સન્માન આપવાનુ કામ 55 વર્ષ સુધી ન કરી શક્યા. વેપારી માટે પણ ઘણું જ કાર્ય મોદી સરકારે કર્યું છે.રાજકોટને એઇમ્સ આપી સૌરાષ્ટ્રને મોદી સાહેબે મોટી ભેટ આપી છે. સૌની યોજના આપણે લાવ્યા ત્યારે કોંગ્રેસ હાસી ઉડાવતી હતી. રાજકોટનો ડેમ ભરાયા ત્યારે કોંગ્રેસીઓના મોઢા પડી ગયા હતા. કોંગ્રેસ એક ટોળું છે. તેની પાસે નીતિ નિયમ કાઈ જ નથી.

અમિત શાહે કોડીનારથી કહ્યું કે, પુલવામાં હુમલા સામે શહીદ જવાનોના તેરમાના દિવસે એર સ્ટ્રાઈક કરી. પાકિસ્તાન સામે પગલા લીધા બાદ કોંગ્રેસની ઓફિસમાં માતમ છવાયો હોય તેવો માહોલ હતો. રાહુલ બાબા પાકિસ્તાન સાથે ઇલું ઇલું કરે છે. પણ, મોદી સરકાર પાકિસ્તાની ગોળીનો જવાબ તોપથી આપશે. ભાજપના એક એક કાર્યકર્તાના શરીરમાં જીવ છે ત્યાં સુધી કાશ્મીર ને ભારત થી અલગ નહિ કરાવી શકે. ખોટું બોલવું જોરથી બોલવું એ કોંગ્રેસની આદત છે. હજુ પહેલા ચરણની ચૂંટણી પૂરી થઈ કે કોંગ્રેસ પાર્ટીએ કાગારોળ મચાવી છે. ઈવીએમમાં ખામી છે એવું કહે છે. જ્યા જીતે છે ત્યાં ઇવીએમ સારા અને હારે ત્યાં ખરાબ..? કોંગ્રેસની આ બેવડી નીતિ છે. 

વાતાવરણમાં પલટાથી ગુજરાતનો દરિયો બન્યો તોફાની, એક જહાજ અને બે બોટ ડૂબી

અંતે તેમને જનમેદનીને કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના નક્કી છે. કોડીનારમાંથી ભાજપની લીડ નીકળવી જોઈએ. આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપીશું. રાજેશ ચુડાસમાને સાંસદ બનાવવાના છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news