મજૂરી કરીને પેટિયુ રળતા પરિવાર પર આભ ફાટ્યું, પરિવારના મોભીની બંને કિડની થઈ ફેલ
Trending Photos
કેતન બગડા/અમરેલી :અમરેલીમા રહીને મજૂરી કરીને પેટિયું રળતા એક પરિવારની વ્યથા જાણીને તમારું હૃદય દ્રવી ઉઠશે. મજૂરી કામ કરતા એક આધેડની બંને કિડની ફેઈલ થઈ જતા પરિવાર હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. દર 10 દિવસે આ શખ્સને ડાયાલિસીસ કરાવવું પડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટનો લાખો રૂપિયાનો ખર્ચો છે. ત્યારે પરિવારના લોકો કિડનીના દાતાની રાહ જોઈને બેસ્યા છે. બંને કિડની ફેઈલ થતા મજૂરી કામે જવાનું પણ બંધ થયું છે.
અમરેલીના સાવરકુંડલા બાયપાસ પાસે રહેતા દિનેશભાઇ સોલંકી દિનેશભાઈ મજૂરી કરીને પોતાના પિરવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ 4 વર્ષ પહેલાં તેમને કિડનીની બિમારી થતા તેની દવા શરૂ કરી. પરંતુ તેમાં કોઈ જ ફેર ન પડતાં આખરે તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કિડની વિભાગનો સંપર્ક કર્યો. કિડનીના સ્પેશિયલ ડોક્ટરને બતાવતા તેઓએ દિનેશભાઈની બંને કિડની ફેલ થઈ હોવાનું જણાવ્યું. આવુ જાણતા જ દિનેશભાઈના ફેમિલી પર જાણે આભ ફાટી પડ્યું.
આ પણ વાંચો : ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ‘રમર ભમર’ ગીત કાને પડી રહ્યું છે, તોડ્યા બધા રેકોર્ડ
દિનેશભાઈના પરિવારમાં પતિ-પત્ની સહિત ચાર સભ્યો છે. તેમની દીકરી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે, તો મજૂરી કરીને પેટિયું રળતા દિનેશભાઈની કિડનીની બિમારી થતા તેમના દીકરાએ પિતાને મદદરૂપ થવા અભ્યાસ છોડી દીધો. દિનેશભાઈના પત્ની અંજુબેન પણ મજૂરી કામ કરતા હતા. પરંતુ છેલ્લા બે મહિનાથી કિડનીની બીમારીને લઈને દિનેશભાઈને દર 10 દિવસે ડાયાલિસિસ કરાવવા માટે દવાખાને જવાનું થતું હોવાથી અંજુબેનને પણ મજૂરી કામ છોડવું પડ્યું હતું. દિનેશભાઇના પરિવારમાં મજૂરી કામ કરીને જે રૂપિયા મળે તેમાંથી બેઠક બે ટંકનું ભોજન પણ માંડ આવે છે. ત્યારે મજૂરી કામ જ બંધ થઈ જતા દિનેશભાઇના પરિવારની સ્થિતિ કફોડી બની ગઈ છે. તબીબોએ ઓપરેશનનો ખર્ચ 10 લાખ રૂપિયા કહ્યો છે.
આ પણ વાંચો : દિનેશભાઇના પત્ની અંજુબેન કહે છે કે, મારા પતિની બંને કિડની ફેલ થઈ ગઈ છે અને પરિવાર મુસીબતનો સામનો કરી રહ્યું છે. આવામાં અમરેલીની સેવાભાવી સંસ્થા દીપસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક મહિનાથી તેમની ની સારવાર અને બહારગામ જવા માટેના રૂપિયા એકઠા કરીને આપ્યા, પરંતુ કિડનીની બીમારી ખર્ચાળ હોવાથી દીપસેવા ચેરીટેબલ ટ્રસ્ટ પણ આખરે તેઓને કોઈ કિડનીના ડોનર અને મોંઘી સારવાર માટે કોઈ દાતા મળે તેવું ઇચ્છી રહ્યા છે.
બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો, અમેરિકા-ચીનના ટ્રેડવોરનો ફાયદો સુરતી વેપારીઓને થયો
તો બીજી તરફ દીપસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય હાર્દિકભાઈ કહે છે કે, દિનેશભાઇના પરિવાર ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ થઈ છે. મજુરી કરીને ગુજરાન ચલાવતા દિનેશભાઈ બંને કિડની ફેલ થતા ઓપરેશનનો ખર્ચ ડોક્ટરે રૂપિયા 10 લાખ રહેતા દિનેશભાઇ લાચાર બન્યા છે અને કોઈ દાતા મળે અને કિડનીના કોઈ ડોનર મળે તેવી આશા રાખી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે