Coronavirus ના લીધે Sachin Tendulkar એ ગુમાવ્યો પોતાનો વધુ એક મિત્ર
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ કોરોના વાયરસ (Coronavirus) મહામારીના લીધે વધુ એક નજીકનો મિત્ર ગુમાવી દીધો છે. પૂર્વ ક્રિકેટર વિજય શિર્કે (Vijay Shirke)નું મુંબઇ નજીક થાણે જિલ્લાની એક હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. તે 57 વર્ષના હતા.
સચિન સાથે રમતા હતા ક્રિકેટ
1980ના દાયકામાં સનગ્રેસ મફતલાલ (Sun Grace Mafatlal) ટીમ માટે સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને વિજય શિર્કે (Vijay Shirke) એકસાથે ક્રિકેટ રમતા હતા. વિજય ફાસ્ટ બોલર તરીકે આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
સલિલ અંકોલાએ વ્યક્ત કર્યું દુખ
સચિનના જૂના સાથી સલિલ અંકોલા (Salil Ankola)એ પોતાના ફેસબુક પેજ પર વિજય શિર્કેને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે 'તમે જલદી અલવિદા કહી દીધું મારા મિત્ર, તમારી આત્માને શાંતિ મળે, મેદાન ને મેદાનની બહાર આપણે લોકોએ જે સમય વિતાવ્યો તે ક્યારે ભુલાશે નહી.
કોરોનાનો શિકાર
થોડા સમય પહેલાં વિજય શિર્કેને કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. ત્યારબાદ તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમણે આ બિમારીથી છુટકારો મેળવી લીધો હતો, પરંતુ કોવિડ 19ની સાઇડ ઇફેક્ટના લીધે તે દુનિયાને અલવિદા કહી ગયા.
At a loss for words at the passing away of my dear friend, Avi Kadam.
A close friend of mine since school days, Avi was like family to me. Our memories of post practice catch-ups outside Shivaji Park will stay with me always.
My heartfelt condolences to his loved ones. 🙏🏻 pic.twitter.com/ror2vSG9yy
— Sachin Tendulkar (@sachin_rt) October 19, 2020
સચિનના વધુ એક મિત્રનું નિધન
સચિન તેંડુલકરે આ પહેલાં પણ આવા દુખનો સામનો કરવો પડ્યો હતો. તેમના વધુ એક મિત્ર અવિ કદમ (Avi Kadam)નું નિધન પણ કોરોના વાયરસના મહામારીના લીધે થયું હતું. ઓક્ટોબર 2020માં અવિએ આ દુનિયાને અલવિદા કહી દેવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે