“વાઇબ્રન્ટ ગુજરાત 2024” પહેલા મહત્વપૂર્ણ સિદ્ધિ, દેશમાં રોકાણકારોની પ્રથમ પસંદ બન્યું ગુજરાત
RBI Report: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જબરદસ્ત વિકાસ થયો છે. છેલ્લા 10 વર્ષમાં અર્થાત 2013-14 થી 2022-23 ની વાત કરીએ, તો આ સમયગાળામાં પણ, દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓનો સૌથી વધુ વિશ્વાસ ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સ પર રહ્યો છે.
Trending Photos
Vibrant Gujarat 2024: દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ભારતમાં મોસ્ટ ફેવરેટ ઇન્વેસ્ટમેંટ ડેસ્ટીનેશન તરીકેની ઓળખ ધરાવતાં ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ હાલમાં બહાર પાડેલા તેના ઓગસ્ટ મહીનાના બુલેટિનમાં જણાવ્યું છે કે વર્ષ 2022-23 માં, દેશમાં સૌથી વધુ 82 વિકાસ પ્રોજેક્ટ્સને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. આ કેટેગરીમાં 48 પ્રોજેક્ટ્સની સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને અને 45 પ્રોજેક્ટ્સની સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.
Share Market: આ ટોપ 7 કંપનીઓને થયું મોટું નુકસાન, લાગ્યો 80200 કરોડ રૂપિયાનો ઘટાડો!
Thriller Web Series: આ સાઇકો-થ્રિલર સીરીઝને જોઇ લીધી તો ખુલી જશે મગજની નસો, સસ્પેંસથી છે ભરપૂર!
જો કે, બેન્કો/નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સના કુલ ખર્ચની વાત કરીએ, તો ગુજરાત 14 ટકાના હિસ્સા સાથે દેશમાં બીજા સ્થાને છે.
આ ઉપરાંત, આરબીઆઈના આ બુલેટિન મુજબ છેલ્લા 10 વર્ષમાં અર્થાત 2013-14 થી 2022-23 ની વાત કરીએ, તો આ સમયગાળામાં પણ, દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓનો સૌથી વધુ વિશ્વાસ ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સ પર રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 692 વિકાસ પ્રોજેક્ટ્સને ફંડ મળ્યું છે, જે કોઈ પણ રાજ્યમાં ફંડ મેળવનારા વિકાસ પ્રોજેક્ટ્સની સંખ્યાના સંદર્ભમાં દેશમાં સૌથી વધુ છે.
ઉત્તરાખંડ બસ અકસ્માતના દ્રશ્યો ઉભા કરી દેશે રૂવાડાં, PHOTOમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવો ઘટનાક્રમ
Avocado Benefits: દરરોજ આ 'સુપરફૂડ'ને ખાવાથી તમારું સ્વાસ્થ્ય રહેશે ચકાચક! જાણો તેના ચમત્કારી લાભ
છેલ્લા 10 વર્ષમાં ગુજરાતને હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું છે. આ જ કારણ છે કે રાજ્ય સરકાર, આરબીઆઈના આ બુલેટિન રિપોર્ટમાં ઉલ્લેખિત વર્ષ 2022-23ના આ આંકડાઓ અને છેલ્લા 10 વર્ષની આ સિદ્ધિને ગુજરાતની રોકાણ અનુકૂળ પોલિસી, ઉદ્યોગ પ્રિય વાતાવરણ અને રાજ્યની સૌથી મોટી ઈન્વેસ્ટર સમિટ “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ” ની સિદ્ધિની સાથે-સાથે તેને વડાપ્રધાન દ્વારા બતાવેલા માર્ગને અનુસરવાના પ્રતિફળ તરીકે પણ જોઈ રહી છે.
Monsoon Tips: બદલાતી સિઝનમાં વધી રહ્યો છે બિમારીનો ખતરો, અપનાવો આ ઘરેલૂ ટિપ્સ તો રહેશો હેલ્ધી
Shocking: રેલવે ટ્રેક પર બેસ્યો હતો કુતરો, અચાનક ફૂલ સ્પીડે ટ્રેન આવી તો આ રીતે બચાવ્યો જીવ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની દસમી શૃંખલાનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. આવા સમયે ગુજરાતે હાંસલ કરેલી આ સિદ્ધિ આગામી વાઇબ્રન્ટ સમિટ માટે મહત્વની તો છે જ, પરંતુ આ કાર્યક્રમની સફળતા માટે પણ આ આંકડાઓ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આપને જણાવી દઇએ કે, વાઇબ્રન્ટ ગુજરાત 2024ના આયોજનના માધ્યમથી ફરી એક વાર ગુજરાત મોટા પાયા પર રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ્સને આકર્ષિત કરવાની તૈયારીમાં છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આ રિપોર્ટ ચોક્કસપણે ગુજરાતમાં રોકાણ કરવા માટે રોકાણકારો માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.
Digestive Tablet: ક્યારેય હદથી ખાવી ન જોઇએ પાચનની દવા, પાચનના ચક્કરમાં થશે ઉલટી અસર
Alto, Wagon R કે Baleno નહી, આ છે સૌથી વધુ વેચાનારી કાર, માઇલેજ 30KM થી વધુ
Share Ki Kahaani: 2 રૂપિયાના શેરે આપ્યું શાનદાર રિટર્ન, 15 વર્ષમાં લોકોને બનાવી દીધા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે