જન્મ-મરણ સર્ટિફિકેટ મામલે મહત્વપૂર્ણ નિર્ણય; સુધારો કરાવવાનો હોય તો વાંચી લેજો...
નામ, માતા પિતાનું નામ અથવા સરનામું સુધારી શકાશે. જન્મના સર્ટીમાં એક જ વારમાં જે સુધારો કરવો હશે તે થશે, એકવાર સુધારો થયા બાદ બીજી વખત સુધારો થશે નહીં. હવેથી જન્મનું સર્ટીફિકેટ મળ્યા બાદ માત્ર એક જ વાર સુધારો થશે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદીઓ હવે જન્મ મરણ સર્ટીફિકેટમાં સુધારો કરવાનો હોય તો થોડું ધ્યાન રાખજો. જી હા...જન્મ મરણ સર્ટીફિકેટ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જન્મના સર્ટીફિકેટમાં હવે માત્ર એક વખત સુધારો થઈ શકશે.
નામ, માતા પિતાનું નામ અથવા સરનામું સુધારી શકાશે. જન્મના સર્ટીમાં એક જ વારમાં જે સુધારો કરવો હશે તે થશે, એકવાર સુધારો થયા બાદ બીજી વખત સુધારો થશે નહીં. હવેથી જન્મનું સર્ટીફિકેટ મળ્યા બાદ માત્ર એક જ વાર સુધારો થશે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશનો મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગ દ્વારા અમલ શરૂ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર ભાવિન જોષીએ જણાવ્યું હતું કે, જન્મનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ સર્ટિફિકેટ મેળવનારે નક્કી કરવું પડશે કે તેને ચોક્કસ કઈ કોલમમાં સુધારો કરાવવો છે. તેને નામમાં સુધારો કરવો છે કે પછી કુમાર કે કુમારી લખાવવું છે.
ઘણા કેસમાં માતા-પિતાના નામમાં સુધારો કરવા અરજી કરવામાં આવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં સરનામું બદલવા જેવો સુધારો કરવા માટે પણ અરજી કરવામાં આવતી હોય છે. આ પ્રકારના તમામ સુધારા માટે એક કોલમ અરજી કરનારે નક્કી કરવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે