રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકો માટે યોજાયો અનોખો સ્વિમિંગ અંગેનો કાર્યક્રમ
આ બાળકો માટે પૂરતું ધ્યાન અને સગવડો આપવામાં આવે તો તેઓ સારા સ્વિમર બની શકે છે, તેમજ આગળ જતા આ પ્રકારના વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારી શકે છે.
Trending Photos
અમદાવાદ: બુધવારે અમદાવાદમાં "રાષ્ટ્રીય ખેલ દિવસ" (29 ઓગસ્ટ) નિમિત્તે 'સન એન્ડ સ્ટેપ' ક્લબમાં યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન" (વાયફલો ) દ્વારા દીવ્યાંગ બાળકો માટે સ્વિમિંગ વિષે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લગભગ 35થી વધુ દિવ્યાંગ અને સ્પેશ્યલ બાળકોએ પોતાના માતા -પિતા સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જાણીતા સ્વિમિંગ કોચ 'અમલ ઉપાધ્યાય' કે જેવોએ ઘણા બધા દિવ્યાંગ અને સ્પેશ્યિલ બાળકોને સ્વિમિંગ શિખવ્યુ છે, તેઓએ કહ્યું કે આ બાળકો માટે પૂરતું ધ્યાન અને સગવડો આપવામાં આવે તો તેઓ સારા સ્વિમર બની શકે છે, તેમજ આગળ જતા આ પ્રકારના વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારી શકે છે, અને અન્ય રમત ગમતમાં પણ આગળ વધી શકે છે.
આ પ્રસંગે "યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન" (વાયફલો ) અમદાવાદના ચેરપર્સન "શ્રીયા દામાણી"એ જણાવ્યું કે "આ બાળકો સમાજ પાસેથી પ્રેમ અને સન્માન સિવાય વધારે બીજા કશાયની અપેક્ષા નથી રાખતા, આ બાળકોને અન્ય સામાન્ય બાળકોની જેમ સ્વિકારવામાં આવે તો તે આ બાળકો અને તેમના પરિવાર માટે મોટી ભેટ ગણાશે, વાયફલો આ કાર્યક્રમ દ્રારા આ બાળકોના વિકાસ અને સર્વ સ્વીકૃતિનો સંદેશ આપવા માંગે છે." આ કાર્યક્રમના અંતમાં દિવ્યાંગ અને સ્પેશ્યિલ બાળકોએ સ્વિમિંગ પૂલમાં તરવાની મજા માણી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે