ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર, જૂની ટીમમાં 90 ટકા કરાયો ફેરફાર

ભાજપ દ્વારા પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. સીઆર પાટીલની આ ટીમમાં 22 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે

ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર, જૂની ટીમમાં 90 ટકા કરાયો ફેરફાર

બ્રિજેશ દોશી/ અમદાવાદ: ભાજપ દ્વારા પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. સીઆર પાટીલની આ ટીમમાં 22 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સીઆર પાટીલની નવી ટીમાં 7 પ્રદેશ ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. જો કે, આ આગાઉની ટીમમાં 11 પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. ત્યારે આ વખતે 7 જ ઉપાધ્યક્ષ રાખવામાં આવ્યા છે. આઈ કે જાડેજા સહિત સિનિયર નેતાઓની પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી બાદબાકી કરવામાં આવી છે. જ્યારે ગોરધન ઝડફિયાને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનો પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંતમાં 5 પ્રદેશ મહામંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 5 પ્રદેશ મહામંત્રીઓમાં ભિખુભાઈ દલસાણીયા (સંગઠન) પ્રદેશ મહામંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 4 તમામ મહામંત્રીઓને બદલી દેવામાં આવ્યા છે. મનસુખ માંડવીયા, કે.સી. પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભરતસિંહ પરમારના સાથેને મધ્યઝોનમાંથી ભાર્ગવ ભટ્ટ, ઉત્તર ઝોનમાંથી રજની પટેલ તેમજ પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદ ચાવડાને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

તેમજ પ્રદેશ મંત્રીઓની વાત કરીએ તો પ્રદેશ મંત્રીઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. દક્ષિણમાંથી નવા નામ જોવા મળી રહ્યાં છે. ત્યારે પ્રદેશ મંત્રી તરીકે મહેશ કસવાલા, રધુ હુંબલ (સુરત), પંકજ ચૌધરી (મહેસાણા), શિતલબેન સોની, (નવસારી), ઝવેરી ઠકરાર, નોકાબેન પ્રજાપતિ, જહાનવીબેન વ્યાસ (નડીયાદ) અને કૈલાશબેન પરમાર (દાહોદ)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ કોષાધ્યક્ષની વાત કરીએ તો સુરેન્દ્ર પટેલ અને ધર્મેન્દ્ર શાહ (કર્ણાવતી)ને જવાબદારી સોંપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news