ગાંધીનગરમાં કે મોદી સ્ટેડિયમ આસપાસ ભૂલેચૂકે આ વસ્તુ ઉડાવશો તો ભરાઈ જશો! જાહેર કરાયું જાહેરનામું
પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે ગાંધીનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. રાજભવન, મહાનુભાવોની અવરજવર વિસ્તાર તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડ્રોન નહીં ઉડાડી શકાય.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: 19 નવેમ્બરના રોજ વિશ્વ કપ 2023 ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. વિશ્વ કપની ફાઈનલ મેચમાં 20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કડક મેચ જોવા મળશે. વર્લ્ડકપ ફાઇનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી સ્ટેડિયમની અંદર-બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 4 હજાર જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે ગાંધીનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. રાજભવન, મહાનુભાવોની અવરજવર વિસ્તાર તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડ્રોન નહીં ઉડાડી શકાય. રાજભવન ખાતે પીએમના રાત્રી રોકાણના કારણે રસ્તો અવરજવર માટે બંધ રહેશે. હેવી વ્હીકલને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ફાઈનલ મેચ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર ખડે પગે છે. ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમમાં પ્રેક્ષકોને કોઈપણ પ્રકારની વધારાની વસ્તુ સ્ટેડિયમની અંદર લઈ જાય તે માટે સ્ટેડિયમ ઓથોરિટી અને પોલીસ દ્વારા આ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ ગાંધીનગર જિલ્લામાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ, પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ જેવી હવામાં ઉંચે ઉડાડી શકાય તેવી ચીજ વસ્તુને ઉંચે ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ફાઈનલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે ત્યારે દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા નાની સાઇજના વિમાન જેવા સાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ સુરક્ષા વ્યવસ્થાને હાની પહોંચાડી શકે તેમ છે. કાર્યક્રમવાળા સ્થળોએ રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન, કવાડ કોપ્ટર જેવી ચીજવસ્તુઓ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે