Live Heart Attack : ગરબા રમતા સમયે બિલ્ડરને આવ્યો હાર્ટએટેક, પ્રસંગમાં આવેલા મહેમાનમાં મોબાઈલમાં કેદ થયું મોત
Heart Attack Death : અરવલ્લીના મોડાસામાં ગરબા રમતી વખતે બિલ્ડરને આવ્યો હાર્ટ એટેક.. મોડાસાની કોરલ સિટીમાં રહેતા બિલ્ડર પ્રવીણ પટેલનું હાર્ટ એટેકથી નીપજ્યું મોત
Trending Photos
Arvalli News : હાર્ટ એટેક હવે કોરોના કરતા પણ વધારે ડરામણો બની રહ્યો છે. હાર્ટ એટેક હવે યુવાઓનો પણ જીવ લઈ રહ્યો છે. ગુજરાતમાં હવે એ સ્થિતિ આવી છે કે ગમે ત્યા લોકો ઢળી પડીને મોતને ભેટી રહ્યાં છે. ત્યારે અરવલ્લીના બિલ્ડરને એક પ્રસંગમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો છે.
અરવલ્લીમાં ગરબા રમતા બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. બિલ્ડર પ્રવીણભાઈ પટેલનું ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો હતો. મોડાસાની કોરલ સિટીમાં રહેતા બિલ્ડરનું મોત નિપજતા સમાજમાં શોકનો માહોલ છવાયો છે. મૂળ જેસિંગપૂરના વતની એવા બિલ્ડરનો હાર્ટ એટેક સમયનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. કાર્યક્રમમાં કોઈ પોતાના મોબાઈલમાં શુટ કરી રહ્યુ હતું ત્યારે પ્રવીણભાઈના ગરબા રમતા અને મોતની ઘટના કેદ થઈ છે.
સુરતમાં બે યુવકો ઢળી પડ્યા બાદ મોત
તો બીજી તરફ, સુરતના લિંબાયતના યુવક સહિત બેના બેભાન થયા બાદ મોત નિપજ્યુ છે. હાર્ટ એટેક બાદ મોત થયા હોવાની શક્યતા છે. બેભાન થયા બાદ મોતને ભેટવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. લિબાયતમાં સત્યાનંદ સાહું ઘરમાં બેઠો બેઠો બેભાન થઈ ગયો હતો. તો સરથાણામાં ઘનશ્યામ ધોરાજીયા સબધીને ત્યાં બેભાન થઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
શિયાળામાં વધે છે હાર્ટ એટેકનું જોખમ
શિયાળો શરૂ થાય એટલે શરીરમાં પણ ફેરફાર થવા લાગે છે જેના કારણે હૃદય અને શ્વાસ સંબંધિત સમસ્યા વધી શકે છે. આ વાતાવરણમાં ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે પણ હૃદય ઉપર જોખમ ઊભું થાય છે. શિયાળામાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેના કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે. શિયાળામાં ધમનીઓ સાંકળી થઈ જવી, પ્લેટલેટની સમસ્યા, લોહી જામી જવું જેવી સમસ્યાના કારણે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન તમે કેટલાક સરળ કામ કરીને પોતાના હૃદયને સ્વસ્થ રાખી શકો છો.
શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખશે આ 4 કામ
વજન અને બ્લડ પ્રેશર
શિયાળા દરમિયાન બ્લડ પ્રેશર અને શરીરના વજનની નિયમિત રીતે તપાસ કરતા રહેવું. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની દવામાં શિયાળામાં ફેરફાર કરવો પડી શકે છે. આ ઉપરાંત મીઠાનું સેવન પણ ઓછું કરવું. જો તમારી શારીરિક ગતિવિધિઓ ઓછી હોય તો વધારે કેલેરી વાળું ભોજન લેવાનું ટાળવો.
કસરત કરો
સવારે ઠંડીના કારણે જો તમે કસરત ન કરતા હોય તો સાંજના સમયે નિયમિત રીતે વોક કરવાનું રાખો. દિવસ દરમિયાન 30 મિનિટ કસરત કરી લેવાથી હૃદયની બીમારી થવાનું જોખમ ઘટે છે. આ સિવાય સ્ટ્રેસ લેવાથી બચવું અને ગરમ કપડાં પહેરીને જ વ્યાયામ કરવાનું રાખો.
ગરમ પાણીથી નહાવું
એક રિસર્ચ અનુસાર શિયાળામાં ગરમ પાણીથી જ નાહવું જોઈએ ગરમ પાણીથી નહાવાથી ધમનીઓ પહોળી થાય છે અને બ્લડ ફ્લો સારી રીતે થાય છે. શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી શરીરનું તાપમાન વધે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.
સ્ટીમ લેવી
શિયાળામાં શ્વાસ સંબંધિત સમસ્યા પણ વધી શકે છે ઠંડી હવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ ઉપરાંત કફની સમસ્યા પણ ઘણી વખત થઈ જતી હોય છે. આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે સ્ટીમ લેવાનું રાખવું જોઈએ. શિયાળામાં સ્ટીમ લેવાથી શ્વાસ નળી બંધ થતી નથી અને છાતીમાં જામેલો કફ પણ નીકળી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે