Jains Protest: દેશભરમાં ભડકેલા જૈનોના સમર્થનમાં આવ્યા ઔવેસી, આપી દીધું મોટું નિવેદન
Jains Protest: શિખરજીના પર્યટન સ્થળમાં સ્થળાંતર કરવા અને પાલિતાણા મંદિરમાં તોડફોડને લઈને જૈન સમાજના લોકો રોષે ભરાયા છે. જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. ત્યારે ઔવેસીએ જૈન સમાજના સમર્થનમાં હલ્લાબોલ કર્યું છે
Trending Photos
Jains Protest : ઝારખંડ સરકાર દ્વારી શ્રી સમેદ શિખરજી પર્યટન સ્થલના રૂપમાં નામિત કરવાની યોજના અને ગુજરાતના પાલિતાણામાં જૈન મંદિરમાં તોડફોડના મામલાનો વિવાદ વધતો જઈ રહ્યો છે. દેશભરમાં હાલ જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પડતર માગણીઓ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે. ત્યારે આ માલામાં એઆઈએમઆઈએમના સાંસદ અસુદ્દીન ઔવેસીએ પણ જૈન સમાજના સમર્થનમાં શાબ્દિક પ્રહાર કર્યો છે.
AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ જૈન સમુદાયની માગોને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, અમે જૈન સમાજના સમર્થનમાં ઉભા છીએ. ઝારખંડ સરકારને પોતાનો નિર્ણય પરત ખેંચવો જોઈએ તેમજ ગુજરાતના મુખ્યમંત્રીએ કડક પગલાં લેવા જોઈએ. મુખ્યમંત્રીએ આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવુ પણ ઔવેસીએ જણાવ્યું.
We support this Jain community protest and the Jharkhand government must rescind the decision & @CMOGuj must take strong action. https://t.co/Ngcdh88kFS
— Asaduddin Owaisi (@asadowaisi) January 1, 2023
સમ્મેત શિખર અને પાલીતાણા મુદ્દે પોતાની રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવાય તો જૈન સમાજે આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો :
ગુજરાતભરમાં થયો વિરોધ
શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા અમદાવાદમાં અતિ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્વેતામ્બર જૈન સમાજના અતિ પવિત્ર ધર્મ સ્થળ એવા શેત્રુંજય પર્વત પર થઇ રહેલ અતિક્રમણના વિરોધમાં જંગી રેલી યોજાઈ છે. ધાર્મિક સ્થળોને નુકશાન, અસામાજિક પ્રવુત્તિઓ દારૂના વેચાણ સહિતના મુદ્દે શ્વેતામ્બર જૈન સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા વિશાળ રેલીમાં નાના બાળકો, યુવાઓ, મહિલા, વૃદ્ધ, જૈન મુનિ તેમજ અન્ય આગેવાનો ખુબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલડી ચાર રસ્તાથી સુભાસ બ્રિજ કલેકટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરાયું હતું. સમાજની લાગણી અંગે સરકાર ધ્યાન નહીં આપે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
નોંધનીય છે કે, પાલિતણા, શત્રુંજય, ગિરિરાજના મુદ્દે જૈનોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને આજે શ્રી શત્રુંજય મહાતીર્થની રક્ષા માટે અમદાવાદમાં જૈન સમાજે મહારૅલીનું આયોજન કર્યું છે, જેમાં ગુરુભગવંતો, સાધુ-સાધ્વીજીઓ અને જૈન સમાજના લોકો જોડાશે. અમદાવાદમાં સેવ ગિરિરાજ ટૅગ સાથે અભિયાન છેડાયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજનગરના સર્વે જૈન સંઘો વતી સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ, અમદાવાદ દ્વારા આજે મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. મહારૅલીને લઈને અમદાવાદમાં દેરાસરોમાં અને જાહેર માર્ગો પર પોસ્ટરો લગાડવામાં આવ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે