આયશાને મરવા મજબૂર કરનાર ક્રૂર આરીફ હવે અફસોસ કરે છે, છેલ્લા ફોનમાં પણ તે કસૂવાવડને લઈને રડી હતી

આયશાને મરવા મજબૂર કરનાર ક્રૂર આરીફ હવે અફસોસ કરે છે, છેલ્લા ફોનમાં પણ તે કસૂવાવડને લઈને રડી હતી
  • પોલીસ આરોપી આરીફની કોલ ડિટેઈલ્સ મેળવશે. આરીફને આજે કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ રિમાન્ડની માગણી કરશે
  • લગ્નના વરસ દોઢ વરસ પછી આરીફનો પ્રેમ નફરતમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે રોજ વાદ-વિવાદ થવાનું શરૂ થયું

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદની આયશાને મરવા માટે મજબુર કરનાર ક્રૂર પતિ આરીફની રિવરફ્રન્ટ પોલીસે ગઈકાલે ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં અનેક હક્કીતો સામે આવી રહી છે. વટવામાં આયશા (ayesha arif khan) એ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ આરોપી પતિ આરીફ એક પણ વખત વાતચીત કરી ન હતી. પરંતુ આયશા દ્વારા પતિ આરીફ અનેક વખત ફોન કરતી હતી. પરતું આરોપી પતિ ફોન ઉપાડતો ન હતો. જેથી આરોપી આરીફ પ્રેમ કરતો ન હતો તે વારંવાર આયશાને જણાવ્યું હતું. આપઘાતના દિવસે બંને વચ્ચે વાતચીતમાં સૌથી વધુ બાળકના મિસ કેરેજને લઈ વાતચીત થઈ હતી. આયશા મરવા મજબૂર કરનાર ક્રૂર પતિ આરીફ (Ayesha case) હવે અફસોસ કરે છે. પોલીસ આરોપીની વધુ પૂછપરછમાં અન્ય પ્રેમ સંબંધ અંગે ખુલાસા થઈ શકે છે, જે માટે પોલીસે આરોપી આરીફ ખાનના ફોન ડિટેઇલ અને CDR મેળવી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરીફનો ફોન કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ થતા ભાગતો ફરતો અને બહેનના ઘરે રોકાયો હતો. હાલ રિવરફ્રન્ટ પોલીસ આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરશે. 

પોલીસ આરીફની કોલ ડિટેઈલ્સ મેળવશે 
અમદાવાદ આયશા આપઘાત કેસ (Ayesha suicide case) માં આયશાનો પતિ આરીફ ખાન રિવરફ્રન્ટ પોલીસના સકંજામાં છે. આરીફને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરીફની ધરપકડ કરતા પહેલા તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો. કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરાઈ હતી. પોલીસે આરીફની પૂછપરછ કરી જેમાં કેટલીક બાબતોનો ખુલાસો થયો. આયશાએ જ્યારે આપઘાત કર્યો ત્યારે આરીફ (arif khan) ભાગીને તેની બહેનના ઘરે જતો રહ્યો હતો. આરોપી આરીફને અફસોસ થઈ રહ્યો છે. પોલીસ આરોપી આરીફની કોલ ડિટેઈલ્સ મેળવશે. આરીફને આજે કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ રિમાન્ડની માગણી કરશે.

આયશા અને આરીફના લગ્ન કેવી રીતે થયા હતા 
આયશાનો પતિ આરીફ પોતાના પિતા બાબૂ ખાનની સાથે ઝાલોરની એક ગ્રેનાઈટ ફેક્ટરીમાં કામ કરે છે. તેમના પૂર્વજોના ઘરની બહાર બે દુકાનો છે, જે ભાડે આપવામાં આવી છે. આરીફ ગ્રેનાઇટ ફેક્ટરીમાં સુપરવાઈઝરના પદ પર કામ કરે છે. જ્યારે તેમના પિતા કન્સ્ટ્રક્શન કંપનીની દેખરેખનું કામ કરે છે. આયશાને રાજસ્થાનના ઝાલોર સાથે બાળપણથી જ લગાવ હતો. અહીં રાજેન્દ્રનગરમાં આયેશાનું નાનાનું ઘર છે. જેથી ઝાલોરમાં આયશાનું અવારનવાર આવવા-જવાનું હતું. બાળપણમાં જ્યારે સ્કૂલોમાં રજા મળથી ત્યારે તે ઝાલોર આવતી હતી. આયેશાને ઝાલોર સાથે ખુબ જ લગાવ જોતા તેના માતા-પિતાએ તેના લગ્ન અહીં કરાવી દીધા હતા.

લગ્ન બાદ આરીફનો પ્રેમ નફરતમાં ફેરવાયો 
પરંતુ તેના માતાપિતાને ખબર ન હતી કે, ઝાલોરમાં તેઓ પોતાની દીકરીને મોતના મુખમાં ધકેલી રહ્યાં છે. લગ્નના વરસ દોઢ વરસ પછી આરીફનો પ્રેમ નફરતમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે રોજ વાદ-વિવાદ થવાનું શરૂ થયું હતું. આયશાનો પતિ આરીફ તેની સાથે મારપીટ કરતો હતો. જેના કારણે આયેશા ઝાલોર છોડીને અમદાવાદ પિયરમાં આવી ગઈ હતી. આ વચ્ચે આયશાનું મિસ કેરેજ પણ થયું હતું. ત્યાર બાદ તેણે ફેબ્રુઆરી મહિનામાં ખાનગી બેંકમાં નોકરી પણ શરૂ કરી હતી.

દહેજ ભૂખ્યા સાસરિયા પર લાનત છે - ઔવેસી 
આપઘાત કરતાં પહેલાં જે રીતે આઈશાએ વીડિયો બનાવ્યો અને પોતાની દાસ્તાન વર્ણવી એનાથી ભલભલાનું હૈયુ દ્રવી ઊઠ્યું છે. ઓલ ઈન્ડિયા મજલિસના (AIMIM) નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવા ઉપરાંત દહેજભૂખ્યાં સાસરિયાં પર લાનત હોવાનું કહ્યું છે. આ સાથે જ ઓવૈસીનો દરેક મુસ્લિમ મહિલાને આવા દહેજભૂખ્યા પતિઓને લાત મારીને કાયદાનો સહારો લેવાની અપીલ કરતો વીડિયો વાઈરલ થયો છે. આયશાના આપઘાત પર દુખ વ્યક્ત કરી અસદુદ્દીન ઓવૈસીએ આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માગ કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news