લિફ્ટથી સાવધાન, સુરતમાં લિફ્ટ પડતા 4 ના હાડકાં તૂટ્યા, જામનગરમાં ફસાયેલા સગીરનું મોત
Lift Accident : રાજ્યમાં બે જગ્યાએ લિફ્ટ તૂટવાની ઘટના.... સુરતમાં લિફ્ટ પડતા 4 લોકોના તૂટ્યા હાડકાં.... તો જામનગરમાં લિફ્ટમાં ફસાઈ ગયેલા 17 વર્ષના કિશોરનું મોત..
Trending Photos
Surat News મુસ્તાક દલ/જામનગર : લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે. પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવો બન્યાછે. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતાચાર લોકોને ઈજા પહોંચી હતી. તો એકની હાલત ગંભીર છે. તો બીજી તરફ, જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષના તરુણનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે.
જામનગરમાં સગીર લિફ્ટમાં ફસાયો
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત નગર પટેલ સમાજ ના પ્રસંગ દરમિયાન કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા માલવાહક લિફ્ટમાં માલ સામાન પહોંચાડવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી. જે દરમિયાન કેટરિંગના કર્મચારી તોસિફ અહેમદભાઈ મકવાણા (ઉ.વ.૧૭) કે લિફ્ટમાં ફસાયો હતો. ગંભીર રીતે ઘાયલ થવાથી તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જેથી ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
આ બનાવને લઈને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ તથા અન્ય લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે માતમ છવાયો છે
સુરતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત
તો બીજી તરફ, સુરતના વેડરોડ વિસ્તારની ઘટના પણ દિલ ધડકાવી દે તેવી છે. વિહાર સોસાયટીમાં આવેલ મોતી પેલેસ બિલ્ડીંગની લિફ્ટનો લોક અચાનક તૂટ્યો હતો. આ સમયે લિફ્ટમા ચાર લોકો હાજર હતાં. લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં એકની હાલત ગંભીર છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે