Bhuj Nagarpalika એ પારદર્શક વહીવટ રહે તે માટે પ્રજાને 100 દિવસનો આપ્યો હિસાબ

પ્રજાને જાણવાનો અધિકાર છે કે તેમના દ્વારા ચુંટાયેલા લોકો કેવું કાર્ય કરી રહ્યા છે માટે આજે અમે પ્રજા સમક્ષ આ પારદર્શક હિસાબ મૂક્યો છે.

Bhuj Nagarpalika એ પારદર્શક વહીવટ રહે તે માટે પ્રજાને 100 દિવસનો આપ્યો હિસાબ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ભુજ નગરપાલીકા (Bhuj Nagarpalika) ની નવી બોડી ચૂંટાઈને આવી ત્યારથી આજ સુધીના 100 દિવસોમાં કરેલ કામગીરી બુક્લેટ મારફતે તથા મીડિયાને સંબોધીને નગરજનો સુધી પહોંચાડવામાં આવી હતી. ચુંટણી (Election) ની પ્રક્રિયા બાદ ભુજ નગરપાલિકા (Bhuj Nagarpalika) ની નવનિર્મિત બોડી દ્વારા 16 માર્ચના રોજ ચાર્જ સાંભળવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધીના 100 દિવસોમાં નવી બોડી દ્વારા કરવામાં આવેલ કામગીરી પ્રજા સમક્ષ લાવવામાં આવી હતી.

પારદર્શક વહીવટ રહે તે માટે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની પ્રેરણા લઈને તેમના કાર્યકાળના પ્રથમ 100 દિવસનો હિસાબ મીડિયાના માધ્યમથી પ્રજાને આપવામાં આવ્યો હતો.
 શહેરમાં નવિનીકરણના કાર્ય કરવામાં આવ્યા.

આ 100 દિવસની કામગીરીની વાત કરવામાં આવે તો શહેરનું હૃદયસમા હમીરસર તળાવની મધ્યમાં આવેલ રાજેન્દ્રપાર્કના નવિનીકરણના મંજૂર થયેલા કામો શરૂ કરવામાં આવ્યાં, ભુજ (Bhuj) શહેરના જુદાજુદા 26 વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને Hotel Lake View થી મંગલમ ચાર રસ્તા સુધીના માર્ગમાં ફુટપાથ, બેસવા માટેના બાંકડાઓ, સુશોભિત લાઇટિંગની વ્યવસ્થા માટે રાણાની તાત્કાલિક જોગવાઈ કરાવીને ખાતમુરત વગર જ કામ નો પ્રારંભ કરવામાં આવ્યું.

શહેરના વિકાસ માટે અનેક કાર્યો કરવામાં આવ્યાં
આ ઉપરાંત ચોમાસા (Monsoon) ના દિવસો નજીક આવતા હમીસર તળાવની પાસેની તૂટેલી દિવાલનું કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું, શહેરના વિવિધ વિસ્તારોમાં મંજૂર થયેલા સીસી રોડના કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા. સામાજિક સંસ્થા પર વધારાનો કાર્યબોજ નાખીને હમીસર તળાવ ની સંપૂર્ણ સાફ સફાઈ નગરપાલિકાએ સ્વયં કરી હતી તથા ખારી નદી સ્મશાનગૃહ તરફ જતો માર્ગ ખુબ જર્જરિત હોવાથી માત્ર 36 કલાકમાં જ આ જર્જરિત માર્ગનું મરમ્મત કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

પાણીની સમસ્યા હલ કરવા માટેના સઘન પ્રયાસો હાથ ધરાયા
ભુજ (Bhuj) નગરપાલિકા ની નવી બોડી દ્વારા પાણીની સમસ્યા હલ કરવા માટેના સઘન પ્રયાસો હાથ ધરાયા હતા જેમાં શિવકૃપા નગર તથા હિલગાર્ડન ખાતે પાણીના સમ્પનું કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું તથા 28 mld પાણી 20 કલાકમાં શુદ્ધિકરણ થી શકે તેવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું હતું.

નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના કાર્યો કરાયા
16 માર્ચ 2021થી નવી બોડીએ કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારથી 31 માર્ચ 2021 સુધીમાં 1,48,04,498 રૂપિયા વ્યવસાય વેરા તથા પાલિકાની ભાડે આપેલ દુકાનોનું ભાડા સ્વરૂપે નગરપાલીકાની તિજોરીમાં જમા કરવામાં આવ્યું હતું.

આવનારા ભવિષ્યમાં પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવામાં આવશે
આ ઉપરાંત નગરપાલિકા દ્વારા કોરોના કાળમાં ભુજના વિવિધ વિસ્તારો પણ તથા સમગ્ર બજાર વિસ્તારમાં અને વિવિધ સોસાયટીઓમાં સેનેટાઈઝર સ્ટેશનની કામગીરી પણ કરવામાં આવી હતી. નગરપાલિકાની શબવાહિની સતત કાર્યરત રહેતા વધારાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં ભુજ નગરપાલિકા (Bhuj Nagarpalika) એ નિશુલ્ક ધોરણે  ઉપયોગ કરવા માટે શબવાહિનીની વ્યવસ્થા પણ કરી હતી. આ ઉપરાંત આગામી સમયમાં પાલિકા દ્વારા વિકાસના તમામ કાર્યોને વેગ આપવામાં આવશે તથા પ્રજાની સમસ્યાઓ દૂર કરવામાં આવશે.

જાણો શું કહ્યું ભુજ નગરપાલિકાના પ્રમુખે?
આ 100 દિવસના સરવાળા અંગે મીડિયા સાથે વાતચીત કરતા ભુજ નગરપાલિકા (Bhuj Nagarpalika) ના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, પ્રજાએ અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે અને જ્યારે પ્રજાએ અમને સતાના સ્થાન પર બેસાડ્યા છે ત્યારે પ્રજાને જાણવાનો અધિકાર છે કે તેમના દ્વારા ચુંટાયેલા લોકો કેવું કાર્ય કરી રહ્યા છે માટે આજે અમે પ્રજા સમક્ષ આ પારદર્શક હિસાબ મૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news