ગુજરાતમાં બાગેશ્વર સરકારના કાર્યક્રમમાં મોટો ફેરફાર, ત્રણ મોટા શહેરો બાદ અહીં પણ ભરાશે બાબાનો દિવ્ય દરબાર
Bageshwar Dham : બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજશે. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો વડોદરામાં 3 જૂને કાર્યક્રમ રખાયો છે. વડોદરામાં 3 જૂને સાંજે 5 થી 9 વાગે નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યા છે. બાબા બાગેશ્વરના અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર ભરાશે. જોકે, હવે આમાં ગુજરાતનું વધુ એક શહેરનું નામ ઉમેરાયું છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજાશે.
બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજશે. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો વડોદરામાં 3 જૂને કાર્યક્રમ રખાયો છે. વડોદરામાં 3 જૂને સાંજે 5 થી 9 વાગે નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. 26 તારીખ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીનો સ્ટાફ વડોદરામાં આવશે અને નવલખી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે. શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના કમલેશ પરમાર અને વડોદરા શહેર ભાજપ સંયુક્ત રીતે કાર્યક્રમ યોજશે. કાર્યક્રમના પગલે નવલખી મેદાનમાં તડામાર તૈયારીઓ શરૂ કરાશે.
શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના કમલેશ પરમારે આ સંદર્ભે જણાવ્યું હતું કે, મેં મહારાષ્ટ્રના મીરા રોડ અને અંબરનાથ ખાતે દિવ્ય દરબારમાં હાજરી આપી હતી. ત્યારબાદ વડોદરામાં દિવ્ય દરબારનું આયોજન કરવાનું મન બનાવ્યું છે. આ માટે શહેર ભાજપની ટીમે સહયોગ આપવા જણાવ્યું એટલે મારી હિંમત ખુલી ગઈ. 3 જૂનના રોજ સાંજે 5થી 9 વાગ્યે નવલખી મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. દિવ્ય દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાશે.
સુરતના નિલગીરી મેદાનમાં કાર્યક્રમ
બાબા બાગેશ્વરનો 26 અને 27 મેના રોજ સુરત ખાતે પણ કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે.
અમદાવાદમાં 29 મેના રોજ ભરાશે દરબાર
અમદાવાદમાં 1 દિવસ માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, આગામી 29 મેના રોજ ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. જેનું આયોજન રાધિકા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. આમ ગુજરાતના ત્રણ મોટા શહેરો ખાતે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે. તો બાબાનો વિરોધ કરીને પડકાર પણ ફેંકવામાં આવી રહ્યો છે.
વડોદરાના નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો વડોદરામાં 3 જૂને કાર્યક્રમ રખાયો છે. વડોદરામાં 3 જૂને સાંજે 5 થી 9 વાગે નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. 26 તારીખ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીનો સ્ટાફ વડોદરામાં આવશે અને નવલખી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે.
ક્યાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર?
- - 26 અને 27 મેના રોજ સુરતના નિલગીરી મેદાન ખાતે
- - 29 મેના રોજ અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે
- - 1 જૂન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં
- - વડોદરામાં 3 જૂને નવલખી મેદાનમાં કાર્યક્રમ રખાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે