Biparjoy Cyclone: વાવાઝોડાની રેલ સેવા પર અસર, અમદાવાદથી ઉપડતી આ ટ્રેન થઈ રદ્દ

Biparjoy Cyclone: ગુજરાતમાં આવેલા વાવાઝોડાને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ અમદાવાદથી ઉપડતી ઘણી ટ્રેન 16 જૂન માટે રદ્દ કરી દીધી છે. તો કેટલીક ટ્રેનના રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે આ માહિતી આપી છે. 

Biparjoy Cyclone: વાવાઝોડાની રેલ સેવા પર અસર, અમદાવાદથી ઉપડતી આ ટ્રેન થઈ રદ્દ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયની અસર જોવા મળી રહી છે. સાવચેતીના ભાગ રૂપે પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે. ચક્રવાતના સંભવિત ક્ષેત્રને ધ્યાનમાં રાખવા પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ દ્વારા કેટલીક ટ્રેનો રદ્દ કરી છે. તો કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 16 જૂને કેટલીક ટ્રેન સેવાને અસર પડવાની છે. 

રદ કરાયેલી ટ્રેનો:
ટ્રેન નંબર 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ તારીખ 16મી જૂન, 2023
ટ્રેન નંબર 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ તારીખ 16મી જૂન, 2023
ટ્રેન નંબર 20928 ભુજ-પાલનપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 16મી જૂન, 2023
ટ્રેન નંબર 20927 પાલનપુર-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 16 જૂન, 2023
ટ્રેન નંબર 20908 ભુજ-દાદર એક્સપ્રેસ તારીખ 16મી જૂન, 2023
ટ્રેન નંબર 22956 ભુજ - બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ તારીખ 16મી જૂન, 2023
ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ તારીખ 15મી જૂન, 2023
ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી તારીખ 16મી જૂન, 2023
16મી અને 17મી જૂન, 2023ની ટ્રેન નંબર 04841 જોધપુર-ભીલડી સ્પેશિયલ
16મી અને 17મી જૂન, 2023ની ટ્રેન નંબર 04842 ભીલડી-જોધપુર સ્પેશિયલ
ટ્રેન નંબર 14893 જોધપુર-પાલનપુર એક્સપ્રેસ તારીખ 16 અને 17 જૂન, 2023
16મી અને 17મી જૂન, 2023ની ટ્રેન નંબર 14894 પાલનપુર-જોધપુર એક્સપ્રેસ

શૉટ ટર્મિનેટિંગ ટ્રેનો:
ટ્રેન નંબર 14311 બરેલી - 15 જૂન, 2023ની ભુજ એક્સપ્રેસ અમદાવાદ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ - 15 જૂન, 2023ની વેરાવળ એક્સપ્રેસ રાજકોટ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે. આ ટ્રેન રાજકોટ અને વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ - ઓખા સૌરાષ્ટ્ર મેલ 15મી જૂન, 2023 સુધી રાજકોટ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે. આ ટ્રેન રાજકોટ અને ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023

શોટ ઓરિજિનેટ થનારી ટ્રેનો
16મી જૂન, 2023ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ ભુજને બદલે અમદાવાદથી ઉપડશે અને આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 09451 ગાંધીધામ – ભાગલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ જે 16મી જૂન, 2023ના રોજ શરૂ થાય છે તે ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે અને ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. 22993 ગાંધીધામ – પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ 16મી જૂન, 2023ના રોજ અમદાવાદથી ગાંધીધામને બદલે ઉપડશે અને ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 12966 ભુજ - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 16મી જૂન, 2023 અમદાવાદથી ભુજને બદલે ઉપડશે અને ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19218 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 16મી જૂન, 2023 સુધી વેરાવળને બદલે રાજકોટથી ઉપડશે. આ ટ્રેન વેરાવળ અને રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 22946 ઓખા - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 16મી જૂન, 2023 સુધી ઓખાને બદલે રાજકોટથી ઉપડશે. આ ટ્રેન ઓખા અને રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19565 ઓખા - દેહરાદૂન એક્સપ્રેસ 16મી જૂન, 2023 સુધી ઓખાને બદલે હાપાથી ઉપડશે. આ ટ્રેન ઓખા અને હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news