દમણના બારમાં ખેલાયો ખૂની ખેલ! જન્મદિવસની પાર્ટી બની લોહિયાળ, પાટીદાર યુવકનું મોત, બે ઘાયલ

સંઘ પ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં દિપાલી બાર એન્ડ રેસ્ટોરન્ટ આવેલ છે. વાપીથી અડીને આવેલા આ વિસ્તારમાં આવેલ આ બારમા લોકો પાર્ટીઓ કરવા આવતા હોય છે. જોકે શુક્રવારના દિવસે આ દિપાલી બારમાં ધીંગાણું થયું હતું. હાલે જ્યાં જુવો આવો ત્યાં લોહીના ડાઘ જોવા મળી રહ્યા છે.

દમણના બારમાં ખેલાયો ખૂની ખેલ! જન્મદિવસની પાર્ટી બની લોહિયાળ, પાટીદાર યુવકનું મોત, બે ઘાયલ

નિલેશ જોશી/દમણ: સંઘ પ્રદેશ દમણ ગુજરાતીઓ માટે મોજ મસ્તી કરવાનું માનીતું પર્યટક સ્થળ છે. જોકે દમણ મોજ મસ્તી કરવા આવેલા કેટલાક યુવાનો દારૂના નશામાં એટલા બેફામ બની જાય છે કે ન કરવાનું કરી નાખે છે. એવી જ કંઈક ઘટના શુક્રવારની રાત્રે દમણના કચીગામ વિસ્તારમાં આવેલ એક બારમાં બની હતી. જેમાં એક નિર્દોષ યુવાન ની કરપિણ હત્યા થઈ ગઈ છે. ત્યારે શું છે આખી ઘટના?

સંઘ પ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં દિપાલી બાર એન્ડ રેસ્ટોરન્ટ આવેલ છે. વાપીથી અડીને આવેલા આ વિસ્તારમાં આવેલ આ બારમા લોકો પાર્ટીઓ કરવા આવતા હોય છે. જોકે શુક્રવારના દિવસે આ દિપાલી બારમાં ધીંગાણું થયું હતું. હાલે જ્યાં જુવો આવો ત્યાં લોહીના ડાઘ જોવા મળી રહ્યા છે. એ વાતની ચાડી ખાય છે કે અહીં મોટી ઘટના ઘટી છે. 

ઘટનાની વિગતે વાત કરીએ તો દમણમાં આ દિપાલી બારમાં પાર્ટી કરવા બેસેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે બબાલ થઈ હતી. આજુબાજુના ટેબલ પર પાર્ટી કરવા બેસેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બંને ગ્રુપો વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત ગાળાગાળી અને ઝપાઝપીથી આગળ વધી તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલા સુધી પહોંચી હતી. બબાલમાં 4 યુવકોએ બાજુના ટેબલ પર બેઠેલા 3 યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં ઋતુલ પિયુષ પટેલ નામના એક યુવકનું કરુણ મોત નિપજયું હતું. જ્યારે મૃતકના સાથે બેસેલા આકાશ પટેલ અને નેહ પટેલ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 

દિપાલી બારમાં શુક્રવારના રોજ તમામ લોકો મોજ મસ્તી કરી રહયા હતા. ત્યાં અચાનક બબાલ થતા બારમાં દોડધામ મચી ગઈ હતી. આમ નજીવી બાબતે બારમા ખેલાયેલા આ ખુંની ખેલ ને કારણે ધીંગાણું ખેલાયું હતું . ત્યારબાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .ત્યાં એક યુવકની હાલત વધુ ગંભીર જણા હતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. 

બનાવની જાણ બાદ દમણની કચીગામ પોલીસ દોડતી થઈ હતી .અને આરોપીઓને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી અને હત્યા અને હુમલા જેવા બાબતમાં ચાર યુવકોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓ ની ઓળખ કરીએ તો...

1) સુશીલ કુમાર પ્રેમ કુમાર પાંડે
2) વિશાલ અશોકભાઈ જમાદાર
3) શબ્બીર મોહંમદ નયીમ મોહંમદ
4) ભાવિન ઉમેદ પટેલનો સમાવેશ થાય છે

દિપાલી બારમાં પાર્ટી કરવા ગયેલ ત્રણેય મિત્રો મોજ કરવા ગયા હતા. જોકે એક ને મોત અને બીજા બે મિત્રો હાલે હોસ્પિટલના બિછાને છે. હત્યાનો ભોગ બનેલો યુવક ઋતુલ પિયુષ પટેલ અરવલ્લીના બાયડનો વતની હતો. જ્યારે આરોપીઓ વાપી ના રહેવાસી હતા. દમણ કચીગામ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હત્યાના કારણ જાણવા સહિત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નજીવી બાબતે નિર્દોષની થયેલ આ હત્યા કાંડના કારણે અનેક પરિવારોમાં આફત આવી છે. નજીવા ગુસ્સામાં થયેલ આ હત્યાના કારણે એકનો જીવ ગયો છે અને બાકીના 4 આરોપી યુવાનોને લાંબા સમય જેલથી હવા ખાવાનો વારો આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news