ભાજપ કોંગ્રેસ સહીતના નેતાઓએ કરી રક્ષાબંધનની ઉજવણી
આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે, ત્યારે આજના દિવસે ભાઈની કલાઈ પર બહેન રક્ષા સૂત્ર બાંધે છે અને તેના દીર્ઘ આયુષ્યની કામના કરતી હોય છે. ત્યારે ભાઈ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપતો હોય છે.
Trending Photos
સુરત, ગાંધીનગર: આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે, ત્યારે આજના દિવસે ભાઈની કલાઈ પર બહેન રક્ષા સૂત્ર બાંધે છે અને તેના દીર્ઘ આયુષ્યની કામના કરતી હોય છે. ત્યારે ભાઈ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપતો હોય છે. આવા પવિત્ર પર્વ પર ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ પોતાની બહેનના હાથે આજે પોતાના નિવાસસ્થાને રાખડી બાંધી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે રક્ષાબંધનનો પર્વ પોતાના નિવાસસ્થાને ઉજવ્યો હતો. બહેન રેખા પાસેથી તેઓએ રાખડી બંધાવી હતી. પરિવારના સભ્યો પણ આ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા હતા.
આ શુભ પ્રસંગે સીઆર પાટીલે જણાવ્યું હતું કે રક્ષા બધન નો આજે પવિત્ર પર્વ છે. કોરોના ના કારણે લોકોમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. મારી બહેન સુરેખા મને દર વર્ષે રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરતા હોય છે.
તો આ તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સાદાઈથી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. પરેશ ધાનાણીના બહેન અલકાબેન અને નીલાબેન એ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે