મહેસાણામાં નીતિન પટેલ કે રજની પટેલ? ભાજપ જૂના જોગીઓને મોકો આપશે કે 'ખો'

લોકસભા બેઠક દીઠ ઉમેદવારો નક્કી કરવાની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બે દિવસ લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાશે. ભાજપના પ્રભારી અને સહપ્રભારી સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. ગુજરાતની 26 બેઠકો માટે આજે અને આવતીકાલે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મહેસાણામાં નીતિન પટેલ કે રજની પટેલ? ભાજપ જૂના જોગીઓને મોકો આપશે કે 'ખો'

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. લોકસભા બેઠક દીઠ ઉમેદવારો નક્કી કરવાની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બે દિવસ લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાશે. ભાજપના પ્રભારી અને સહપ્રભારી સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. ગુજરાતની 26 બેઠકો માટે આજે અને આવતીકાલે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં લોકસભા દીઠ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો ઇચ્છુકોને સાંભળશે. 

મહેસાણા લોકસભામાં કોણે દાવેદારી નોંધાવી ?  
મહેસાણા લોકસભા બેઠક માટે પણ ભાજપ નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મહેસાણા લોકસભા બેઠક માટે કુંવરજી બાવળિયા, જયંતી કાવડિયા અને જાહ્નવી વ્યાસ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌથી વધુ ચર્ચા થઈ રહેલા એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકસભા મહેસાણા બેઠક માટે ટિકિટ માંગી છે. જેના માટે નીતિનભાઈના પર્સનલ પી.એ બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. આ સિવાય રજની પટેલે પણ ટિકિટ માંગી હોવાની ચર્ચા સામે આવી છે.

20 કરતા વધુ લોકોએ બાયોડેટા આપ્યા
મહત્વનું છે કે, મહેસાણા લોકસભા બેઠક પરથી ઉમેદવાર માટે 20થી વધુ લોકોએ બાયોડેટા આપ્યા છે. આ દરમિયાન રજનીભાઇ પટેલે પણ લોકસભા માટે ટિકિટ માંગી છે. જેમાં હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલે પણ આપ્યો બાયોડેટા આ દરમિયાન 132 હોદ્દેદારો સાથે નિરીક્ષકો ચર્ચા કરશે. જેમાં 20 કરતા વધુ લોકોએ બાયોડેટા આપ્યા છે. 

29મીએ ભાજપની રાષ્ટ્રીય પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ બાદ ભાજપમાં સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. જેના માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં યાદી મોકલવામાં આવશે. બુધવારે ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટ્રીની બેઠક મળશે. 29મીએ ભાજપની રાષ્ટ્રીય પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. 

ઉલ્લેખનીય છે કે, દરેક લોકસભા દીઠ કાઉન્સિલર, શહેર સંગઠનના મોરચાના પ્રમુખ અને મહામંત્રી અને ધારાસભ્યો સેન્સ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. શહેરના હોદેદારો પણ સેન્સ પ્રક્રિયામાં જોડાશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં યાદી મોકલવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news